બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. ઈદ
Written By
Last Modified: રવિવાર, 24 મે 2020 (13:53 IST)

ઈદ ઉલ ફિતર - અલ્લાહ તરફથી રોજેદારોને ભેટ

પુસ્તકોમાં આવ્યુ છે કે રમજાનમાં પુર્ણ રોજા રાખનારાઓને ભેટ ઈદ છે. આ દિવસે અલ્લાહી રહેમત પુરા જોશ પર હોય છે અને પોતાનો હુકમ માનનારા મુસલમાનો પર રહેમત લૂંટાવે છે.  અલ્લાહ પાક રમજાનની ઈબદતોને બદલે પોતાના નેક બંદાઓને માફ કરવાનુ એલાન ફરમાવી દે છે. 
 
ઈદ ઉલ ફિતરમાં બે શબ્દ છે. ઈદ અને ફિત્ર. અસલમાં ઈદ સાથે ફિતરને જોડાવવાનો એક ખાસ હેતુ છે. તે હેતુ છે રમઝાનમાં જરૂર કરવામાં આવેલ રુકાવટોને ખતમ કરવાનુ એલાન. સાથે જ નાના મોટા અમીર ગરીબ સૌની ઈદ થઈ જવી. એવુ નથી કે પૈસાવાળાઓએ, સાધન સંપન્ન લોકોએ રંગારંગ તડક ભડક સાથે તહેવાર મનાવી લીધો અને ગરીબ ગુરબા મોઢુ જોતા જ રહી ગયા. 
 
શબ્દ ફિત્રનો મતલબ ચીરવુ ને ચાક કરવાના છે અને ઈદ ઉલ ફિત્ર એ તમામ રોકાવટોને પણ ચાક કરી દે છે. જે રમજાનમાં લગાવી દેવામાં આવી હતી. જેમ રમજાનના દિવસે સમયે ખાવા પીવા અને અન્ય વાતોથી રોકી દેવામાં આવે છે. ઈદ પછી તમે સામાન્ય દિવસોની જેમ દિવસમાં ખાઈ પી શકે છે. ગોયા ઈદ ઉલ ફિતર  આ વાતનુ એલાન છે કે અલ્લાહની તરફથી જે રોક માહે રમજાનમાં તમારા પર લગાવી ગઈ હતી તે હવે ખતમ કરવામાં આવે છે. આ ફિત્રથી ફિત્રા બની છે. 
 
ફિત્રા મતલબ એ રકમ જે ખાતા પીતા સાધન સંપન્ન ઘરાનાઓના લોકો આર્થિક રૂપથી કમજોર લોકોને આપે છે ઈદની નમાઝ પહેલા તેની અદા કરવી જરૂરી હોય છે. આ રીતે અમીરની સાથે જ ગરીબની સાધન સંપન્ન લોકોની સાથે સાધનવિહિનની ઈદ પણ ઉજવાય જાય છે.  
 
અસલમાં ઈદ પહેલા મતલબ રમઝાનમાં જકાત અદા કરવાની પરંપરા છે. આ જકાત પણ ગરીબો બેવાઓ અને યતીમોને આપવામાં આવે છે. આ સાથે ફિત્રાની રકમ પણ તેમનો જ ભાગ છે. આ સૌની પાછળ વિચાર એ છે કે ઈદના દિવસે કોઈ ખાલી હાથ ન રહે કારણ કે આ ખુશીનો દિવસ છે. 
 
આ ખુશી ખાસ કરીને એ માટે પણ છે કે રમઝાનના મહિનામા જે એક પ્રકારની પરીક્ષાનો મહીનો છે. એ અલ્લાહના નેક બંદોએ પુરી અકીદતથી(શ્રદ્ધાથી) ઈમાનદારી અને લગનથી અલ્લાહના હુકમો પર ચાલવામાં વીતાવ્યો. આ કડક નિયમ પાલન પછીની ભેટ ઈદ છે. 
 
પુસ્તકોમાં આવ્યુ છે કે રમજાનમાં પુર્ણ રોજા રાખનારની ભેટ ઈદ છે. આ દિવસે અલ્લાહની રહેમત પુર્ણ જોશમાં હોય છે. અને પોતાનો હુકમ પુરો કરનારા બંદાઓ પર રહેમત વર્ષાવે છે.  અલ્લાહ પાક રમજાનની ઈબાદતોના બદલે પોતાના નેક બંદોને માફ કરવાનુ એલાન ફરવ્માવે છે.  
 
ઈદની નમાજ દ્વારા બંદા ખુદાનો આભાર અદા કરે છે કે તેણે જ અમને રમજાનનો પાક મહિના અતા કર્યો. પછી તેમા ઈબાદતો કરવાની તૌકીફ આપી અને ત્યારબાદ ઈદની ભેટ આપી. ત્યારે બંદા પોતાના માબૂદ(પુજ્ય)ના દરબારમાં પહોંચીને તેનો શુક્ર અદા કરે છે. 
 
સહી માયનોમાં તો આ મન્નતો પુરી હોવાનો દિવસ છે. આ મન્નતોની સાથે તો ઉપરવાળા સ્સામે બધા માંગનારા બનવા તૈયાર થઈ જાય છે. એ રહીમો કરીમ (અત્યંત કૃપાવાન)ની અસીમ રહમતોની આસ લઈને એક મહિના સુધી મુસલમલ ઈમ્તિહાન આપતા રહે. કોશિશ કરતા રહો કે તેણે જે આદેશ આપ્યો છે તેમને દર વર્ષમાં પુરા કરતા રહે. 
 
ભલે તે રોજોની શક્લમાં હોય સહરી કે ઈફ્તારની શકલમાં. તરાવીહની શક્લમાં કે જકાત ફિત્રેની શક્લમાં. આ મંગતોએ પોતાની હિમ્મત મુજબ અમલ કર્યો. હવે ઈદના દિવસે આખો સંસારનો પાલનહાર તેમને નવાજશે.