બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2011
Written By વેબ દુનિયા|

વર્ષ 2011 - ધ યર ઓફ હેક

P.R

વર્ષ 2011ને 'ધ યર ઓફ હેક' અચૂક કહી શકાય. વાસ્તવમાં પર્સનલ એકાઉન્ટ્સથી લઇને લેટેસ્ટ એન્ટ્રી એન્ડ્રોય્ડ સુધી હેકર્સે આ વર્ષે જોરદાર કહેર વરસાવ્યો. આ વર્ષે સાઇબર વર્લ્ડની પોપ્યુલારિટી ભલે ઘણી વધી ગઇ હોય પણ આ સાથે સાઇબર અટેક્સનું રિસ્ક પણ વધી ગયું છે. એક રીપોર્ટમાં વર્ષ 2011ને 'અ યર ઓફ હેક' ગણાવવામાં આવ્યું છે. હકીકતમાં હેકર્સ પાસે પણ ટેક્નોલોજી વધી છે અને આના દ્વારા બિઝનેસ અને ગવર્નમેન્ટ ઇન્ફોર્મેશનથી લઇને તેઓ પર્સનલ એકાઉન્ટ્સ પણ હેક કરી રહ્યા છે.

હેક્ટિવિઝમનું જોર :મૈકેફે(McAfee) તરફથી રજુ કરવામાં આવેલા આ રીપોર્ટમાં કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇકલ સેન્ટોનાઝ જણાવે છે કે 2011 પૂરી રીતે 'હેક્ટિવિઝમ'ના નામે રહ્યું. જણાવી દઇએ કે હેકિંગ અને એક્ટિવિઝમને લઇને બનાવવામાં આવેલી આ ટર્મનો ઉપયોગ બહુ કરવામાં આવ્યો, જે જોરદાર રીતે પોતાની વાત કહેવા માંગતા હતા અથવા તો બીજા ઓર્ગેનાઝેશનની રેપ્યુટેશન ખરાબ કરવાના પ્લાનિંગમાં હતા. આ સાથે આ વર્ષે માલવેર અટેક્સ પણ વધ્યા છે. રીપોર્ટ જણાવે છે કે આ વર્ષના અંત સુધી લગભગ 75 મિલિયન યુનિક માલવેર સેમ્પલ્સ નેટ પર હાજર હશે અને રુટિકલ્સ જેવી ટેક્નિકની સાથે તે વધુ મજબૂત થઇ જશે.

ટાર્ગેટેડ રહ્યા સ્પેમ :ભલે સ્પેમ મેલની સંખ્યા આ વર્ષે બહુ ઓછી રહી પણ ટાર્ગેટ બેઝ્ટ સ્પેમ મેલ્સની સંખ્યા ઝડપથી વધી. આ પ્રોસેસને 'સ્પીયરફિશિંગ' પણ કહેવામાં આવે છે. જોકે દુનિયાના દરેક ખૂણા અને દેશમાં આવા મેલ આખું વર્ષ પ્રોસેસ થતાં રહ્યાં પણ આપણે ત્યાં મે, જૂન અને જુલાઈ મહિનામાં આ સંખ્યા વધુ જોવા મળી.

એમ્બેડેડ ડિવાઇસીસનું જોખમ :લાઇફની ક્વોલિટી સુધારવામાં એમ્બેડેડ ડિવાઇસીસનો મોટો રોલ છે. ઇલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સીસ અને વોટર પ્યોરિફિકેશન વગેરે સાથે જોડીને તેમણે ખરેખર લાઇફને સરળ બવાવી દીધી. એરિકસનના એક અનુમાન અનુસાર 2020 સુધી 50 બિલિયન ડિવાઇસીસ ઇન્ટરનેટથી કનેક્ટ થઇ જશે, જ્યારે ગત વર્ષે આની સંખ્યા માચત્રા 1 બિલિયન જ હતી. જોકે આની સાથે તેની તરફથી જોખમ પણ વધી ગયું છે.

હેકિંગનું જોખમ :ખાસકરીને એટીએમ, પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલ, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ જેવા કે એમ્બેડેડ ડિવાઇસીસની હેક થવાની સંભાવના એટલા માટે પણ બહુ વધી જાય છે કારણ કે ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવા સિવાય તે ઓપન-સોર્સ હાર્ડવેર, ફર્મવેર, ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેરથી એક્ટિવ રહે છે. મહત્વની વાત એ પણ છે કે આ ડિવાઇસ ઓપરેટિંગ સિસ્ટમ પર ડિપેન્ડેડ નથી હોતા અને તેમાંથી મોટાભાગમાં ડેટા કાર્ડ હોય છે જેમાં કસ્ટમરની હિસ્ટ્રી સરળતાથી સેવ થઇ જાય છે.

મોબાઇલ પણ સેફ નથી :આ વર્ષના આંકડા જણાવે છે કે તમારો મોબાઇલ સેફ નથી. સાઇબર ક્રિમિનલ્સ પાસે મોબાઇલ પ્લેટફોર્મને એક્સપ્લોઇટ કરવાના તમામ મોકા છે. ખાસકરીને એન્ડ્રોય્ડને ટાર્ગેટ કરી રહ્યા છે. કારણ કે આ ડેવલપમેન્ટની શરૂઆતની સ્ટેજમાં છે. ખાસકરીને એસએસએસ ટ્રોઝનની નવી ફેમિલી મનાઇ રહેલા એન્ડ્રોય્ડ/વેપેક્સી, એન્ડ્રોય્ડ/લવટીઆરપી અને એન્ડ્રોય્ડ/હિપોએસએમએસે યુઝર્સને બહુ પરેશાન કર્યા છે. એટલું જ નહીં, આગામી વર્ષે પણ મોબાઇલ દ્વારા પાસવર્ડ અને કોર્પોરેટ ડેટા ચોરાવાનું રિસ્ક વધી જવાનું છે.

આની પર થયાં હુમલા :

- દેશમાં સીબીઆઈની સાઇટ હેક થઇ
- વિશ્વભરમાં ચોંકાવનારા ખુલાસા કરનારી સાઇટ વિકિલીક્સની તો બધી જ માહિતી હેકિંગ પર જ ટકેલી છે.
- ટ્રાવેલ સાઇટ ટ્રિપએડવાઇઝર.કોમને પણ હેક કરી લેવાઇ.
- યુરોપિયન પાર્લામેન્ટની સાઇટને ફ્રાન્સમાં હેક કરવામાં આવી.
- બ્લોગિંગની પોપ્યુલર સાઇટ વર્લ્ડપ્રેસ.કોમે જાહેર કર્યું હતું કે હેકર્સે સાઇરના સર્વર પર હુમલો કર્યો છે.
- બેંકિંગ અને ઇન્શ્યોરન્સમાં એક્ટિવ સિટિબેંકની સાઇટમાંથી હેકર્સે જૂનમાં લગભગ બે લાખ લોકોની પર્સનલ ઇન્ફર્મેશન ઊડાવી દીધી હતી.
- ચીનમાં જીમેલ હેક કરી લેવામાં આવ્યાં હતાં.
- મેમાં રોમાનિયાના એક હેકરે નાસાની સાઇચ હેક કરી હોવાનો દાવો કર્યો હતો.
- રિયાલિટી શૉ 'એક્સ ફેક્ટર'ની સાઇટ પર અટેક કરીને હેકર્સે અને કોન્ટેસ્ટન્ટ્સની ડીટેઇલ્સ ચોરી લીધી હતી.
- અમેરિકાની ઓફિશિયલ ન્યૂઝ સર્વિસ 'વોઇસ ઓફ અમેરિકા'ની સાઇટ પર ઈરાનમાં અટેક થયો હતો.