જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21-10-1901 ના રોજ સુરતમાં થયો હતો.તેમના પિતાનુ નામ હરિહરશંકર હતું. અને માતાનુ નામ ધનવિધાગૌરી હતું. તેઓ હાસ્યકાર તરીકે પણ જાણિતા છે.
1919માં તેમને મેટ્રીક પાસ કર્યું હતું. તેઓ કનૈયાલાલ મુંશીના મદદનીશ પણ રહ્યાં હતા. 1929 માં કરસુખબેન સાથે તેમના લગ્ન થયા હતાં.
જ્યોતિન્દ્ર દવેએ સુરતની એમ.ટી.બી. કોલેજમાં અને એલ.યુ.આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી. તેઓ ગુજરાત માસિકના સહતંત્રી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. સાથે-સાથે તેમને સાહિત્ય ક્ષેત્રે પોતાની કલમ પણ ચલાવી છે.
જ્યોતિન્દ્ર દવેની વ્યતીતને વાગોળું છું આત્મકથા, અમે બધાં નવલકથા, અને નિબંધસંગ્રહની રચના કરી છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક અને રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.