શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી લેખકો
Written By દિપક ખંડાગલે|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:10 IST)

ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ ખૂબ મોટુ પ્રદાન કરેલું છે. તેમણો જન્મ 28-8-1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો પરંતુ તેઓ મૂળ વતની અમરેલી જિલ્લાના બગસરાના હતા.

તેમની માતાનું નામ ધોળીબા અને પિતાનુ નામ કાળીદાસ હતું. ઇ.સ.1912માં તેમને મેટ્રીક પાસ કર્યું. ત્યારબાદ તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ પુર્ણ કર્યો.

તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે કાવ્ય 6 સંગ્રહ, 13 નવલકથા, 7 નવલિકા, 13 જીવન ચરિત્ર, એમ ઘણુ બધુ સાહિત્ય રચ્યું છે. તુલસીનો ક્યારો તેમની શ્રેઠ નવલકથા કહી શકાય.

1929 માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 1918 થી 1921 સુધી તેમને કલકત્તામાં એક એલ્યુમિનીયમના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરી. 1922 માં દમયંતી સાથે લગ્ન થયાં.

ઝવેરચંદ મેઘાણીએ ગાધીજી જ્યારે 1931માં ગોળમેજી પરિષદમાં જતાં હતાં ત્‍યારે તેમને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું હતું.

ઝવેરચંદ મેઘાણીએ યુગવંદના, વૈવિશાળ, અપરાધી, ગુજરાતનો જય, સોરઠ તારા વહેતાં પાણી જેવી ઘણી બઘી સાહિત્ય રચનાઓ આપી હતી.