ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી લેખકો
Written By દિપક ખંડાગલે|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:10 IST)

સૂર્યકાંત ત્રિપાઠી "નિરાલા"

સૂર્યકાંત તિપાઠીનો જન્મ 21-2-1896માં પશ્વિમબંગાળના મેદિનીપુર જિલ્લાના મહિષાદલમાં થયો હતો. પરંતુ તેઓ મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગઢકોલાના વતની હતા.

નિરાલાને હિન્દીસાહિત્યમાં છાયાવાદના મુખ્ય ગણવામાં આવે છે. તેઓએ મહિષાદલ રાજ્યની સેવામાં યોગદાન આપ્યું હતુ. કલકત્તાથી પ્રકાશિત થતી સમન્વયનુ સંપાદન કર્યું. લખનઉમાં ગંગા પુસ્તકમાલા કાર્યાલયમાં અને ત્યાંથી પ્રકાશિત થનાર સુધા માસિક પત્રિકાનુ સંપાદન કર્યું હતુ.

આરાધના, નયે પત્તે, ગીત કુંજ, પરિમલ અને ગિતિકા જેવી કવિતાઓનુ પ્રદાન કર્યુ હતું. તદઉપરાંત નિરૂપમા, કુલ્લુ ભાટ, પ્રભાવતી, અપ્સરા જેવા ઉપન્યાસ પણ રચ્યા છે.

તેમના વાર્તા સંગ્રહમાં ચતુર ચમાર અને લિલી અને નિબંધલેખનમાં પ્રબંધ પ્રતિમા,ચાબુક, પ્રબંધ પદ્યનો પણ સમાવેશ થાય છે. તેઓ ખૂબ જ જ્ઞાની હતા. તેઓ હિન્દી,સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળી ભાષાનુ જ્ઞાન ધરાવતા હતા.

સૂર્યકાંત ત્રિપાઠીનુ નિધન 15-10-1961ના રોજ અલ્હાબાદમાં થયુ.