ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી લેખકો
Written By
Last Updated : સોમવાર, 13 જાન્યુઆરી 2020 (10:30 IST)

બાબુ ગૌતમની 21 શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહ ‘કથાકાનન : ભાગ-1’નું મુંબઈમાં લોકાર્પણ

મુંબઈ, કથાકાનન સીરિઝ અંતર્ગત આધુનિક હિન્દી વાર્તાઓના પ્રણેતા બાબુ ગૌતમની કથા-યાત્રાનો પ્રારંભ તાજેતરમાં મુંબઈમાં થયો, જેના અંતર્ગત બાબુ ગૌતમની 21 શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહ કથાકાનન : ભાગ-1નું લોકાર્પણ કરાયું હતું. હવે એક સીરિઝ તરીકે તેમની વાર્તાઓનો સંગ્રહ પ્રત્યેક ત્રણ મહિને પ્રસિદ્ધ કરાશે. બાબુ ગૌતમની એક અંગ્રેજી નવલકથા એન્ડી લીલૂ (2012) અને અંગ્રેજીનોજ એક વાર્તા સંગ્રહ 2014માં પ્રસિદ્ધ થઈ ચુક્યા છે. એન્ડી લીલૂની પ્રસ્તાવના લખતી વખતે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ગૌતમને સલાહ આપી હતી કે, ગૌતમ તારી અંદર એક અદ્ભુત વાર્તાકાર છે, પણ તમારી મૌલિક ભાષા હિન્દી છે એટલે મારી માને તો હિન્દીમાં લખો. ગૌતમે આનંદની સલાહ માન્ય રાખી.
          આ દાયકો હિન્દી વાર્તાના નવોત્થાનનો દાયકો હશે એવું માનવું છે, નવી વાર્તાના પ્રણેતા બાબુ ગૌતમનું. અંધારી ગલીઓમાંથી બહાર નીકળીને હવે જે રીતે હિન્દી વાર્તા એનું એક નવું સ્વરૂપ લઈને આવી છે, એના પર હેમિંગ્વની આઇસબર્ગ થિયરીની ઊંડી છાપ છે. એટલે કે ઓછા શબ્દોમાં મોટી વાર્તા. જેમણે બાબુ ગૌતમની વાર્તાઓ વાચી છે તેઓ કબુલ કરશે કે તેમની વાર્તાઓ વાચકોના હૈયામાં ઉતરી એનો વિસ્તાર કરવાની શરૂઆત કરે છે.
              તેમણે જ્યારે ફેસબુકના એમના પેજ પર વાર્તા લખવાની શરૂઆત કરી તો અમુક ગણતરીના લોકો તેમની વાર્તા વાચતા હતા, કારણ હતું એના નાના ક્લેવરની વાર્તાઓ સાથે વાચકોનો નવોસવો સંબંધ. પરંતુ જેમ જેમ છપાયેલા અર્થ અને નવી લેખન શૈલીથી વાચકો પરિચીત થતા ગયા તેમ તેમ તેમની વાર્તાઓની રાહ જોવા લાગ્યા. આજે બાબુ ગૌતમ કરતા વધુ તેમના વાચકોને એમની વાર્તાઓ તેમને યાદ છે. વાર્તાઓ એવી છે કે સીધી હૃદય સોંસરવી ઉતરી જાય છે અને રાતોની રાત સૂવા દેતી નથી. વાર્તાઓના વિષયોની ભિન્નતા જોઈ એવું લાગે છે કે એક લેખકઆટલા વૈવિધ્યસભર વિષયો પર એક દમદાર વાર્તા લખી શકે ખરો? પછી માગણી થવા લાગી તેમની વાર્તાઓના સંગ્રહની. લગભગ ચારસો વાર્તાઓ લખ્યા બાદ બજારમાં કોઈ સંગ્રહ નહીં હોવો એ એક અજીબોગરીબ વાત હતી. પ્રકાશકોએ જ્યારે લેખક સાથે વાત કરી તો તેમનું કહેવું હતું કે જો વધુ સંખ્યામાં છાપો તો જ તમારી સાથે કરાર કરીશ, નહીં તો મને છપાવવામાં કોઈ રસ નથી.
              હવે કથાકાનન : ભાગ-1ના લૉન્ચિંગ દરમ્યાન જેમણે પણ તેમની એકાદ-બે વાર્તા વાચી એ તેમનો ચાહક બની ગયો. કોઈ પણ જાહેરાત વગર કથાકાનન ટીમને રોજ 10-12 પુસ્તકોનો ઓર્ડર મળી રહ્યા છે. સાહિત્યપ્રેમી વાચકોનો મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદથી ગૌતમ બાબુ ખુશ છે. તેમણે કથાકાનન ટીમને આદેશ આપ્યો છે કે હવે પાછું વળીને જોવાની જરૂર નથી. કારણ, ઉદ્દેશ છે એક લાખ કોપી પ્રકાશિત કરવાનો અને એ ત્યારે શક્ય બનશે જ્યારે તમામ સ્તરના વાચકો સુધી પુસ્તક પહોંચાડી શકાય. એટલે કિમત પણ ઘણી ઓછી રાખવામાં આવી છે. ઘેરબેઠા 50 રૂપિયામાં દરેક ભાગ પહોંચાડવામાં વશે. ગૌતમનું માનવું છે કે હિન્દી વાર્તાના લેખનમાં જ નહીં, પણ પ્રકાશનમાં પણ એક નવા આંદોલનની જરૂર છે.