રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. ફરાળી વાનગીઓ
Written By વેબ દુનિયા|

ગરમા ગરમ સિંગોડાની ચાટ

N.D
સામગ્રી - સિંગોડા 250 ગ્રામ, સીંગતેલ 1 મોટી ચમચી, જીરુ 1 નાની ચમચી, હીંગ 1 ચપટી, જીરા પાવડર 1/2 નાની ચમચી, લાલ મરચું 1/2 નાની ચમચી, લીલા મરચાં 1/2 ચમચી, લીંબૂનો રસ 1 નાની ચમચી, ચાટ મસાલો 1 નાની ચમચી, સંચળ અંદાજે, સમારેલા ધાણા અડધો કપ.

બનાવવાની રીત - સિંગાડોને કાપીને તેના છોલટા કાઢી લો. એક સીટી આપી તેને ફક્ત વરાળથી બાફો. તેમા પાણી ન નાખો. તેના નાના-નાના ટુકડા કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી જીરુ, હિંગ, લીલા મરચાં, જીરા પાવડર નાખી બે મિનિટ ઢાંકીને સેકો. સર્વ કરતી સમયે લીંબૂનો રસ, ચાટ મસાલો, લીલા ધાણા નાખી ગરમા ગરમ સર્વ કરો.