રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ફરાળી વાનગીઓ
Written By

ગુજરાતી ફરાળી વાનગી - દહીંવડા

સામગ્રી - 1 કપ શિંગોડાનો લોટ, અડધુ કપ પનીર, 1 કપ બાફીને મેશ કરેલા બટાકા, એક ચમચી આદુ, કકરા વાટેલા કાજૂ, 1 ઝીણું સમારેલુ લીલુ મરચુ, 1 કપ ફેંટેલુ દહી, સંચળ, ખાંડ, જીરા પાવડર, અનારદાના અંદાજથી અને તળવા માટે તેલ.

બનાવવાની રીત : પનીરને છીણીને તેમા બટાકા, કાજૂ, કિશમિશ, લીલા મરચા, આદ્દુ અને સંચળ મિક્સ કરી લો. નાના નાના બોલ્સ બનાવી લો. શિંગોડાના લોટનુ ખીરુ બનાવી લો. બોલ્સને આ ખીરામાં ડૂબાવી ગરમ તેલમાં સોનેરી રંગના તળો. દહીમાં ખાંડ મિક્સ કરી લો. દહીં , જીરા પાવડર, સમારેલી કોથમીર, દાડમના દાણાથી સજાવીને સર્વ કરો.