શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી રેસીપી
Written By
Last Updated : સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (15:47 IST)

Vegetable Momos Recipe - આ રીતે બનાવો મોમોઝ

momos મોમોઝ ખૂબ જ ટેસ્ટી સ્નેક્સ છે. પણ અનેક લોકો તેને ખાતા અચકાય છે કારણ કે તે મેંદામાંથી બનાવવામાં આવે છે. આજે અમે તમને લોટથી બનેલ મોમોઝ બનાવતા શીખવાડી રહ્યા છે. જે ખાવામં યમી તો છે જ સાથે હેલ્ધી પણ છે. 
 
સામગ્રી - 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 સમારેલા મરચા, અડધો કપ સમારેલી ગાજર, અડધો કપ શિમલા મરચા ઝીણા સમારેલા, 1 ચમચી આદુ ઝીણો સમારેલો, અડધી નાની ચમચી કાળા મરી, એક ચપટી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, 1 ચમચી તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક પેન લો હવે તેમા થોડુ તેલ ગરમ કરો અને તેમા લસણને હળવેથી ફ્રાઈ કરો. હવે તેમા બધી શાકભાજીઓ નાખીને થોડી સીઝવો અને તેમા ખાંડ અને મીઠુ નાખીને બે મિનિટ સુધી બફાવા દો. હવે ગેસ બંધ કરી દો. 
 
- એક જુદા વાસણમાં લોટ અને મીઠુ મિક્સ કરી ગૂંથી લો. હવે તેના નાના-નાના લૂઆ બનાવો.  તેને વણીને તેમા શાકભાજીઓનુ મિક્સચર નાખીને કિનારા પર હળવા હાથથી પાણી લગાવતા તેને મોમોઝની રીતે ફોલ્ડ કરી લો. (મોદક જેવા) 
- હવે સ્ટીમરમાં પાણી ગરમ કરો અને મોમોઝને 10-15 મિનિટ સુધી વરાળમાં બાફી લો. 
- જ્યારે લોટ સીઝી જાય ત્યારે તેને બહાર કાઢી લો. 
- આ મોમોઝને વાઈટ સોસ અને રેડ સોસ સાથે સર્વ કરો.