ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

રાશિ અનુસાર ઘરને સજાવો-1

N.D

મેષ : મેષ રાશી માટે લાલ, ગુલાબી અને કેસરી રંગનો પ્રયોગ સારો રહે છે. આમાં તેઓ ઘરની અંદર આ જ રંગના કવર, ચાદર, કપડાં, ઘરેણાં, પડદા વગેરેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ પોતાના ઘરની અંદર દક્ષિણ-પશ્ચિમ ખુણાનું ધ્યાન અવશ્ય રાખો.

વૃષભ : આ રાશિના વ્યક્તિઓ દિવાલો માટે ચમકીલા અને ભડકીલા કોઈ પણ રંગનો પ્રયોગ કરી શકે છે કે પછી આ જ રંગના સોફા કવર કે પીલો કવર પણ લગાવી શકે છે. તેમના માટે દક્ષિણ-પશ્ચિમની અંદર ભારે વસ્તુ કે ફર્નિચર રાખવું સારૂ નથી. આનાથી તેમના ઘરની અંદર શાંતિ અને સુરક્ષા બની રહે છે.

મિથુન : આ રાશિવાળા લોકોએ રૂમની અંદર આછો લીલો, આછો વાદળી અને લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેમાંથી તેઓ આ રંગને વધારે મહત્વ આપીને આ રંગના જ કપડાં પહેરવા જોઈએ. તેમના માટે ઉત્તર-પશ્ચિમ દિશામાં હલકો સામાન કે ફર્નિચર રાખવું યોગ્ય છે.
N.D

કર્ક : આ રાશિવાળા વ્યક્તિઓ માટે સફેદ, દૂધીયો અને રૂપેરી રંગ વધારે સારો રહે છે કેમકે આ રંગ ચંદ્રમાની જેમ સફેદ હોય છે. પરંતુ તેમનું તત્વ પાણી હોવાના લીધે રૂમનાં ઉત્તર-પૂર્વ ખુણામાં પાણીનો ઘડો કે વહેતા પાણીનું ચિત્ર અવશ્ય રાખવું જોઈએ જેથી કરીને ઘરની અંદર પાણીથી કોઈ મોટી દુર્ઘટના ન થાય.

સિંહ- આ રાશિના વ્યક્તિઓ માટે સફેદ, ચમકીલો, રૂપેરી અને સોનેરી પીળો વધારે સારો રહે છે. આ રંગનાં વસ્ત્રો કે સજાવટની વસ્તુઓ તમે તમારા ઘરની અંદર રાખી શકો છો. આવી વ્યક્તિઓ માટે ઘરનો ખુણો મહત્વપુર્ણ હોય છે. દક્ષિણ-પૂર્વ દિશા તરફ જ રસોડાનું કાર્ય કરો જેથી કરીને આ રાશિવાળા વ્યક્તિઓ માટે કોઈ પણ આગથી પ્રકારની દુર્ઘટના ન થાય.

કન્યા : આછો લીલો, વાદળી અને લાલ રંગ આમના માટે શુભ હોય છે. આ વ્યક્તિઓએ કાં તો આવા પ્રકારના વસ્ત્રો પહેરવાં જોઈએ કે પછી ઘરની સજાવટમાં આવા જ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આવી વ્યક્તિના રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં વજનદાર વસ્તુ કે સામાન રાખી શકે છે જેથી કરીને ઘરની અંદર ખુશીનું વાતાવરણ રહે.

તુલા : તુલા રાશિવાળા માટે કોઈ પણ ચમકદાર રંગ જેની અંદર કોંટ્રાસ્ટ મેચ હોય તે સારો લાગે છે. આવા વ્યક્તિઓ આ રંગના સોફા, કવર કે પિલો કવરનો ઉપયોગ કરી શકે છે. તેમના માટે ઉત્તર-પશ્ચિમ ખુણો શુભ રહે છે ત્યાં તમે હલકાં વજનનો સામાન અને વસ્તુઓ મુકી શકો છો. જેથી કરીને જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહિ.