ફેંગશુઈ ટિપ્સ - જો તમારા ઘરમાં આર્થિક તંગી હોય તો ઘરમા આટલી વસ્તુ મુકો

fengsui
Last Modified ગુરુવાર, 31 જુલાઈ 2014 (16:41 IST)


જો તમારી મહેનત અને નોકરી કે વ્યાપારિક પરિસ્થિતિઓ ઠીક છે પણ છતા પણ ધનની ઉણપ બની રહે છે. તો ફેંગશુઈમાં જણાવેલ ઉપાય અપનાવો. આ ઉપાયથી તમારે આવકમાં વધારો થશે અને ફાલતું ખર્ચા ઓછા થશે. આ ઉપાય છે ત્રણ પગવાળો દેડકો.

ત્રણ પગવાળો દેડકો જે મોઢામાં સિક્કા લીધેલ હોય, ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. તેને તમે ઘરના મેન ગેટની પાસે અંદર આવતા પ્રદર્શિત કરો. આ ધ્યાન રાખો તેને સન્માનિત સ્થાન પર કોઈ ટેબલ પર મુકવો જોઈએ.

આ તમારા માર્ગમાં આવતી લક્ષ્મીને પ્રદર્શિત કરશે. ફેંગશુઈમાં આ દેડકો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધન સંબંધી મુશ્કેલીઓને દૂર કરે છે. સાથે જ ઘરમાં સકારાત્મક વાતાવરણ નિર્મિત કરે છે. જેનાથી ઘરના સભ્યોને માનસિક શાંતિ મળે છે અને બધા વચ્ચે પરસ્પર પ્રેમ કાયમ રહે છે. ધ્યાન રાખો કે જો ઘરમા અન્ય કોઈ મોટો વાસ્તુ દોષ હશે તો નિરાકરણ થવુ પણ જરૂરી છે.


આ પણ વાંચો :