રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (01:00 IST)

Fengsui Tips - આ 3 સિક્કા તમારી ધન-સંપત્તિમાં વધારો કરશે

દરેક ઈચ્છે છે કે તેમના ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય, પણ અનેકવાર મહેનત કરવા છતા પણ સુખ-સંપત્તિમાં વધારો થતો નથી. ફેંગશુઈ મુજબ ચીની સિક્કા ઘરમાં લગાવવથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. એવુ કહેવાય છે કે તેનાથી આવનારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
 
સિક્કા મુખ્ય દ્વારની અંદરની કડી/સાંકળ પર લટકાવવા જોઈએ. તેને ભૂલથી પણ દરવાજાની બહારની કડી પર ન લગાવવા જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી સૌભાગ્ય આવવાને બદલે દૂર થઈ જાય છે.
 
આ સિક્કા લગાવતા પહેલા જાણી લો આટલી વાત
 
1. આ ચીની સિક્કાની સંખ્યા ત્રણથી ઓછી ન હોવી જોઈએ અને આ ચીની સિક્કાને લાલ રંગના દોરાથી બાંધીને ઘરના મુખ્યદ્વારની સાંકળમાં અંદરની તરફ લટકાવવા જોઈએ.
2. આ ધ્યાન રાખો કે તેનો સકારાત્મક ભાગ સદૈવ ઉપરની તરફ જ રહે. આ સિક્કાને તિજોરીમા મુકવાથી આર્થિક સમૃદ્ધિ મળે છે. તેને પર્સ તિજોરી બેંક વગેરેમાં પણ મુકી શકાય છે.
3. આ સિક્કાને તમે લાલ રંગના દોરામાં બાંધીને તમારા પર્સમાં પણ મુકી શકો છો.
4. જો તમને નોકરી મળવામાં તકલીફ થઈ રહી છે તો રૂમની દક્ષિણ દિશામાં ત્રણ સિક્કા લટકાવી દેવા જોઈએ