રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Modified: સોમવાર, 14 જાન્યુઆરી 2019 (00:10 IST)

ફેંગશુઈ - આ ઉપાયોને અપનાવીને મેળવો આરોગ્યપ્રદ જીવન

સ્વસ્થ શરીર સૌથી મોટો ખજાનો માનવામાં આવે છે. ઘરમાં જો કોઈ બીમાર છે કે પછી સ્વસ્થ્યને લઈને સતત પરેશાની બની રહી છે તો આ માટે ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા પણ જવાબદાર હોઈ શકે છે.  ફેંગશુઈમાં સારા સ્વાસ્થ્યને લઈને અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  આ ઉપાયોને અપનાવીને આરોગ્યપ્રદ જીવન મેળવી શકો છો. 
 
- જો પરિવારમાં કોઈ સભ્યનુ સ્વાસ્થ્ય સારુ નથી રહેતુ તો તેણે હંમેશા ઉત્તર દિશા તરફ મોઢુ કરીને સુવુ જોઈએ. પેટના રોગોથી પરેશાન છો તો સૂતી વખતે ઓશીકુ લેવાનુ છોડી દો. લાલ અને કાળા રંગની ચાદરો પર ન સુવુ જોઈએ. આ રંગ સ્વાસ્થ્ય માટે  હાનિકારક છે. 
 
- જો હંમેશા માથાનો દુખાવો રહે છે તો બેડરૂમમાં જે બાજુ કાચ લાગેલો છે તે બાજુ ન સુવો.  બીમની નીચે સૂવાનુ ટાળવુ જોઈએ. બીમ નીચે સૂઈ જવાથી માથાનો દુખાવો થઈ શકે છે.  જે રૂમની ઉપર ટૉયલેટ કે બાથરૂમ હોય એ રૂમમાં ન સુવુ જોઈએ.  ઘરના જે રૂમનો દરવાજો સીઢીયો તરફ ખુલતો હોય એ રૂમમાં ન સુવુ જોઈએ. 
ફેંગશુઈમાં માનવામાં આવે છે કે એ રૂમમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે. 
 
- ફેંગશુઈ મુજબ ઘરની રક્ષા ડ્રેગન કરે છે. તેથી ઘરમાં ડ્રેગનની મૂર્તિ કે ચિત્ર રાખવુ જોઈએ. ઘરના પૂર્વી ભાગને વધુ મહત્વ આપવુ જોઈએ.  પૂર્વી ભાગને સારા સ્વાસ્થ્ય અને લાંબી આયુનો કારક માનવામાં આવે છે.  ઘરમાં પ્રવેશ કરતી વખતે ચપ્પલ, જૂતા બહાર ઉતારી દેવા જોઈએ.  ફેંગશુઈમાં બોનસાઈ અને કૈક્ટસને હાનિકારક માનવામાં આવે છે. ભૂલથી પણ આ પ્રકારના છોડ ઘરમાં ન મુકો. ફેંગશુઈમાં કાચબાને શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં મુકવાથી ખુશીઓ આવે છે.