શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

ફેંગશુઈ પ્રમાણે તમારો બેડરૂમ...

N.D
લગ્ન પછી હંમેશા ખુશ અને સુખી રહેવા માટે જરૂરી છે કે પતિ-પત્ની બંને વચ્ચે સારો તાલમેલ રહે. યોગ્ય તાલમેલના અભાવમાં વૈવાહિક જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. યોગ્ય સાંમજસ્ય માટે ઘરનુ વાતાવરણ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

ઘર અને બેડરૂમનુ વાતાવરણ ખુશનુમા કેવી રીતે બનાવશો ? આ સંબંધમાં ફેંગશુઈની ટિપ્સ અજમાવો.

- યાદ રાખો કે દક્ષિણ-પશ્ચિમ ખંડમાં હંમેશા પૃથ્વી કે અગ્નિ સાથે જોડાયેલા રંગોનો જ પ્રયોગ કરો. પર્વ, કુશન, બારીઓ વગેરેમાં તેમનો ઉપયોગ ઠીક રહે છે. લાલ રંગ રોમાંસને દર્શાવે છે. જો તેનો પ્રયોગ વધુ ઘટ્ટ લાગે તો ગુલાબી રંગ લેવો જોઈએ.

- પ્રેમને વધારવા માટે ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કાંચ કે સિરામિક પોટમાં નાના-નાના પત્થર કે ક્રિસ્ટલ નાખીને લાલ રંગની બે મીણબત્તીઓ સળગાવો. તેનાથી સકારાત્મક ઉર્જા ફેલાશે અને તમારી જોડી સલામત રહેશે.

- દાંપત્ય સંબંધોની વધુ પ્રગાઢતા માટે તમારા પલંગ નીચે જે તરફ તમે પગ મુકો છો, તેની નીચે પવિત્ર ક્રિસ્ટલ બોલ અથવા તરાશેલુ ક્રિસ્ટલ મુકો.

N.D
- ઘરના દક્ષિણ-પશ્ચિમમાં જો ક્રિસ્ટલ ગ્લાસના બનેલા લેમ્પનો ઉપયોગ કરો અને તેમા લાલ બલ્બ લગાવો.

- પ્રેમ વધારવા માટે સિરામિકથી બનેલ વિંડ ચાઈમ્સનો પ્રયોગ કરો.

- બેડરૂમ સજાવીને રાખો, બેડરૂમમાં ગંદકી કે પસારો ન ફેલાવો. ધ્યાન રાખો કે અહી સાઈડ ટેબલ પર કોઈ પણ વસ્તુ ધુળ ભરેલી, વિખરેલી કે ગમે તે રીતે ગોઠવેલી ન હોય.

- લવબર્ડ, મૈડરેન ડક જેવા પક્ષી પ્રેમના પ્રતિક છે. તેમની નાની નાની મૂર્તિઓની જોડી તમારા બેડરૂમમાં મુકો.

- પતિ-પત્નીના રૂપમાં બેડરૂમમાં બે સુંદર સજાવટી કુંડા મુકો.