શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

રાશિ અનુસાર ઘરને સજાવો-2

N.D

વૃશ્ચિક : લા, ગુલાબી અને ઓરેંજ આમના માટે શુભ રંગ છે. આ રાશિના વ્યક્તિઓએ વધારેમાં વધારે આ બધા જ કલરના કપડાં, ઘરેણાં પહેરવા જોઈએ. મહિલાઓ આ રંગના ચાંલ્લા પણ લગાવી શકે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં આ જાતકો પાણીની વ્યવસ્થા જરૂર રાખે. જો તેઓ ઈચ્છતાં હોય તો ચાંદીના ઘડામાં પાણી ભરીને મોતીની માળા વડે સજાવી શકે છે. આનાથી સંતાનની શિક્ષા, સફળતા અને સમૃદ્ધિમાં મદદ મળે છે.

ધન : આ રાશિના વ્યક્તિઓ માટે પીળો કલર શુભ છે. અગ્નિ કે અન્ય જ્વલનશીલ પદાર્થને હંમેશા દક્ષિન-પૂર્વ દિશા તરફ રાખો. આની અંદર તેઓ દરરોજ માટીનો દીવો પણ સળગાવી શકે છે.

મકર : આ રાશિના વ્યક્તિઓ ડાર્ક લીલો, વાદળી, કાળો અને ભૂરા રંગનો ઉપયોગ કરી શકે છે. આ રંગના કપડાં, ઘરેણાં, ચાદર, ઓશિકાના કવર, પડદા વગેરેમાં તેનો ઉપયોગ કરી શકે છે તેનાથી સારા પરિણામ માટે મળે છે. આવા વ્યક્તિઓ ભારે ફર્નિચર અને સામાનને દક્ષિણ ખુણામાં રાખી શકે છે.

કુંભ : ડાર્ક લીલો, ડાર્ક વાદળી, કાળો તેમજ ભૂરો રંગ તેમણે પ્રયોગમાં લેવો જોઈએ. આ વ્યક્તિઓ રૂમની સજાવટ માટે અને અન્ય વસ્તુઓમાં પણ આ રંગનો પ્રયોગ કરી શકે છે. આનાથી તેમને સફળતા મળે છે. ઘરમાં હલ્કો સામાન અને વસ્તુઓ હંમેશા ઉત્તર-પશ્ચિમ તરફ રાખો.

મીન : આમને માટે પીળો રંગ શુભ હોય છે. એટલા માટે તેમને વધારેમાં વધારે પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ જાર્તિના વ્યક્તિઓએ રૂમની અંદર ઉત્તાર-પૂર્વ ખુણામાં પાણીનો ભંડાર રાખવો જોઈએ કે પછી વહેતા પાણીનું ચિત્ર લટકાવવું જોઈએ. આ ચિત્ર સમૃદ્ધિનું પ્રતિક છે.