શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By

વસંત પંચમી

મહામહિનાના શુક્લ પક્ષની પંચમીએ ઋતુઓના રાજા વસંતની શરૂઆત થઈ જાય છે. આ દિવસે નવી ઋતુના આગમનનુ સૂચક છે. તેથી તેને ઋતુરાજ વસંતના આગમનના પહેલા જ દિવસે માનવામાં આવે છે. આ સમયે પ્રકૃતિ સોંદર્ય ખીલી ઉઠે છે. વૃક્ષોના જુના પાન ખરી પડે છે અને તેમા નવા નવા પાન ખીલીને મનને મુગ્ધ કરે છે.
વનમાં ટેસૂના ફૂલ આગના ટણખાની જેમ ચમકે છે. ખેતરમાં સરસિયાના પીળા પીળા ફૂલ વસંત ઋતુની પીળી સાડી જેવા લાગે છે. કોયલની કૂહૂ,,,કૂહૂનો અવાજ વાતાવરણમાં પ્રાણ પુરે છે. ઘઉંના દાણા ફૂટવા માંગે છે. કેરી-મંજરી અને ફૂલો પર ભમરા ફરવા માંડે છે. વનમાં વૃક્ષોની હરિયાળી મનને તેની તરફ આકર્ષિત કરે છે. પક્ષિયોનો કલરવ, ફૂલો પર ભમરાનું ગુન ગુન અને કોયલનુ કૂહૂ-કૂહૂ મળીને મનને મદહોશ કરનારુ વાતવરણ ઉભુ કરે છે.

વસંત પંચમીના દિવસે હોળીનો પ્રારંભ થઈ જાય છે અને તે જ દિવસથી પહેલીવાર ગુલાલ ઉડાવવામાં આવે છે. આ દિવસે હોળીનો પ્રારંભ થઈ જાય છે. લોકો વસંત પંચમી વસ્ત્ર ધારણ કરીને ગીત અને નૃત્યમાં વિભોર થઈ જાય છે. વજ્રમાં તો આ દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે.