1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ફ્લેશબેક 2020
Written By
Last Modified: બુધવાર, 16 ડિસેમ્બર 2020 (12:39 IST)

આ છે ડિજિટલ ગુજરાત: ગુજરાતની 70 ટકા મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી

દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60 ટકાથી વધુ મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ ક્યારેય કર્યો નથી. દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવેલા રાષ્ટ્રેય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં આ ખુલાસો થયો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે જે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં 40 ટકાથી ઓછી મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી.

તેમાં આંધ્ર પ્રદેશ (21 ટકા), આસમ (28.2 ટકા), બિહાર (20.6 ટકા), ગુજરાત (30.8) કર્ણાટક (35 ટકા), મહારાષ્ટ્ર (38 ટકા), મેઘાલય (34.7 ટકા), તેલંગાણા (26.5 ટકા), ત્રિપુરા (22.9 ટકા), પશ્વિમ બંગાળ (25.5 ટકા), દાદરા નગર હવેલી, અને દમણ, અને દીવ (36.7 ટકા) તથા અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ (34.8 ટક) સામેલ છે.

મહિલાઓની તુલનામાં પુરૂષોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. આંકડા અનુસાર દેશના 7 રાજ્યોમાં રાજ્યોમાં લગભગ 50 ટકા પુરૂષોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.  

તેમાં આંધ્ર પ્રદેશ (48.8 ટકા), અસમ (42.3 ટકા), બિહાર (43.6 ટકા), મેઘાલય (42.1 ટકા), ત્રિપુરા (45.7 ટકા), પશ્વિમ બંગાળ (46.7 ટ્કા), અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ (46.5ટકા) સામેલ છે. સર્વે અનુસાર આંધ્ર પ્રદેહ (68.6 ટકા), બિહાર (57.8 ટકા) અને તેલંગાણા (66.6 ટકા)મ હિલાઓની સૌથી ઓછી સાક્ષરતા દરવાળા રાજ્યો સામેલ છે, જ્યારે કેરલ (98.3), લક્ષદ્વીપ (96.5 ટકા) અને મિઝોરમ (94.4 ટકા)માં મહિલાઓની સૌથી વધુ સાક્ષરતા દર જોવા મળ્યો છે.

ગુજરાતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા પુરુષોની ટકાવારી 58.9 ટકા છે જેમાં શહેરી વિસ્તારમાં ટકાવારી 72.9 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ટકાવારી 48 છે. આંધ્રપ્રદેશમાં ઇન્ટરનેટ વાપરતા પુરૂષોની ટકાવારી 48.8 ટકા, આસામમાં 42.3 ટકા, બિહારમાં 43.6 ટકા, મેઘાલયમાં 42.1 ટકા, ત્રિપુરામાં 45.7 ટકા, પ.બંગાળમાં 46.7 ટકા, આંદામનમાં 46.5 ટકા છે. ગુજરાતમાં 76.5 ટકા મહિલાઓ સાક્ષર છે જ્યારે 90.9 ટકા પુરૂષો સાક્ષર છે. 33.8 ટકા મહિલાઓ ધોરણ 10 કે એથી વધારે ભણેલી છે.