1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ફ્લેશબેક 2020
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (14:12 IST)

Flashback 2020: ભારતીય રમતોમાં ધોનીના આ ટ્વીટે સૌને પાછળ છોડ્યા

Flashback 2020
ક્રિકેટના મોટાભાગના મોટા નામના વિરુદ્ધ, એમએસ ધોની સોશિયલ મીડિયા પર ખાસ સક્રિય નથી. પૂર્વ ભારતીય કપ્તાન કદાચ જ ક્યારેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો કે સંદેશ પોસ્ટ કરે છે. જ્યારે કે અન્ય ક્રિકેટરોને ગેમ પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવુ પસંદ છે. એમએસ ધોની ખૂબ મોટા પ્રશંસક નથી. જો કે તેનાથી સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતાને બિલકુલ અસર નથી કરી. 
 
દિગ્ગજ વિકેટ કિપર બેટ્સમેન હજુ પણ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. ઈસ્ટાગ્રામ પર તેમના 30.1 મિલિયન અને ટ્વિટર પર 8.1 મિલિયન ફોલોઅર છે. અન્ય કશુ પણ તેમની લોકપ્રિયતાનુ વર્ણન આ તથ્યથી વધુ નથી કરતુ કે આ વર્ષની શરૂઆતમાં તેમણે જે ટ્વિટ કર્યુ હતુ તેમાથી એક 2020ના સૌથી લોકપ્રિય ટ્વીટસમાંથી એક છે. 
 
ટ્વિટર ઈંડિયા મુજબ ધોનીના ટ્વીટમાં તેમને પીએમ નરેન્દ્ર મોદીને તેમના પત્ર પત્ર માટે આભ્યાર માન્યો જે વર્ષ 2020માં સૌથી વધુ રીટ્વિટ કરવામાં આવેલ ટ્વીટ હતુ. અત્યારસુધી ટ્વીટમાં 73, 500થી  વધુ ટ્વીટ કરવામાં આવ્યા છે. ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત પછી પીએમ મોદીએ દિગ્ગજ ક્રિકેટરને એક પત્ર લખ્યો હતો. 

 
'એક કલાકાર, સૈનિક અને સ્પોર્ટ્સપર્સન જે વસ્તુ માટે તરસે છે તે છે પ્રશંસા, તેમની મહેનત અને ત્યાગને દરેક કોઈ જોઈ રહ્યુ છે અને તેની પ્રશંસા પણ થઈ રહી છે. પીએમ @narendramodiને તેમની પ્રશંસા અને શુભેચ્છાઓ માટે આભારૢ એમએસ ધોનીએ ટ્વીટ કર્યુ હતુ. 
 
 
એમએસ ધોનીએ પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયર પરથી પડો ઉઠાવ્યો છે, પરંતુ તે હજુ પણ આ રમતમાં સક્રિય છે. કારણ કે તેમને આ વર્ષના ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)માં રમ્યા હતા. જો કે અનુભવી ક્રિકેટર માટે આ ભૂલવા લાયક સીઝન હતી, કારણ કે આ હરીફાઈના ઈતિહાસમાં પહેલીવાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના પ્લેઓફમાં લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતા. 
 
ધોની 2008માં આઈપીએલના ઉદ્દઘાટન સત્ર પછીથી સીએસકેના નેતૃત્વ કરી રહ્યા છે. 2020 સીઝનમાં તેમણે 14 મેચમાં 116.27ના મામુલી સ્ટ્રાઈક રેટ દ્વારા ફક્ત 200 રન બનાવ્યા. ધોની આવતા વર્ષે સીએસકેની કપ્તાની કરશે