ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. વેબદુનિયા વિશેષ 08
  3. ફ્રેન્ડશિપ ડે
Written By વેબ દુનિયા|

દોસ્તીના એસએમએસ

N.D
તારી મિત્રતા અમે એવી રીતે નિભાવીશુ
તુ રોજ રિસાજે, અમે રોજ મનાવીશુ
પણ માની જજે મનાવવાથી,
નહી તો અમે આંખોમાં આંસુ લઈને ક્યાં જઈશુ ?

આજ એ મિત્ર ખૂબ યાદ આવ્યો ભૂલતા-ભૂલતાં
જૂની મિત્રતા યાદ આવી ભૂંસાતા-ભૂંસાતા
શીખ્યા હતા જેની પાસેથી મૈત્રીની ભાવના
આપ્યા છે તેને આંસુ હસતાં-હસતાં


વચન ના આપો જો તમે નિભાવી ન શકો
ચાહો ના જેને તમે મેળવી ન શકો
મિત્રો તો દુનિયામાં ઘણા મળશે
બસ, એક ખાસ રાખો જેના સિવાય તમે હસી ના શકો

ક્યાંક અંધારુ તો ક્યાંક સાંજ હશે
મારી દરેક ખુશી તારા નામે હશે
કશુ માંગીને જો મારી પાસે એ મિત્ર
હસતાં-હસતાં તારી માટે મારો જીવ જશે

સંબંધોની દુનિયા છે નિરાળી
બધા સંબંધો કરતા વ્હાલી છે મિત્રતા તારી
મંજૂર છે આંખોમાં આંસુ પણ મારા
જો આવી જાય હાસ્ય હોઠો પર તારા