મોટા બની ગયા છે બાળપણના દોસ્ત
મરીઝ
એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત પગલાં બની ગયા છે તમારા ચરણના દોસ્ત,ઊભરો રહે ન દિલમાં ન બદનામીનો ડર,શોધુ છુ ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત એના લીધે નિભાવી લીધી કંઈક દોસ્તીબાકી અમે અહીં હતા બસ એક જણના દોસ્ત હિમંતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હોયખાબોચિયામાં તરમાં દીઠા છે ઝરણન દોસ્ત એનું થવાનું એ જ કે પટકાશે આમતેમદરિયાના મોજેમોજા થયા છે તરણના દોસ્તતારા લીધે ખુવાર થયો છુ જહાનમાંઢાંકણ એ ભેદના બુરા આચરણના દોસ્ત ઓ દોસ્ત કોઈ દોસ્તનો નથી એમા કસૂરવાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત ક્યારે વજન હું એમનુ પામીશ શું ખબરકંકર લઈને તોળું છુ લાખ મણના દોસ્ત જઈને વતનમાં એટલુ જોયું અમે 'મરીઝ'મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.