શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By વેબ દુનિયા|

શુ તમે સાચા મિત્ર છો ?

satmeet
આજે આપણી દિનચર્યા એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે સવારથી સાંજ કેવી વીતી જાય છે તે ખબર જ નથી પડતી. કદી ક્દી એટલા કામ હોય છે કે કોઈને જોવાનો કે કોઈનુ સાંભળવાનો પણ સમય નથી હોતો, અને જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ ત્યારે આપણી પાસે કોઈ નથી હોતુ. ઘણીવાર એવી ઘટનાઓ બની જાય છે જેનાથી આપણે પરેશાન થઈ જઈએ છીએ અને જે આપણી ઉદાસીનુ કારણ બની જાય છે. આવા સમયે થાય છે કે સારુ હોત, કે આપણો પણ કોઈ મિત્ર હોત, પણ એ સમયે આપણી પાસે કોઈ નથી હોતુ.

એક સાચા મિત્રની શોધ કરવી સહેલી નથી. આપણે મોટાભાગે એવુ જ કહીએ છીએ કે અત્યાર સુધી એવુ કોઈ મળ્યુ જ નથી. આપણે હંમેશા બીજાઓથી આશા રાખીએ છીએ. કદી એવુ નથી વિચારતા કે કોઈ તમારાથી પણ અપેક્ષા રાખે છે, કોઈને તમારી જરૂર છે. મિત્રતા દુનિયામાં સૌથી સુંદર સંબંધ છે. આ એક એવુ ફૂલ છે જે ન કદી કરમાય છે કે ન કદી તેની સુંગંધ ઓછી થાય છે. બસ, જરૂર છે પ્રેમ અને વિશ્વાસના પાણીથી તેને સીંચવાની. ઘણીવાર એવુ બને છે કે જે સમયે આપણા સંબંધીઓ આપણો સાથ છોડી દે છે ત્યારે મિત્રો જ આપણને કામ આવે છે. આવા સમયે મિત્રતાની ઓળખ થાય છે.

મોટાભાગે એવુ બને છે કે શાળા-કોલેજના છોકરા છોકરીઓ કહે છે કે આ મારો બેસ્ટ ફ્રેંડ કે મિત્ર છે પરંતુ શુ તમે તેના બેસ્ટ ફ્રેંડ છો ? દરેક વ્યક્તિની એક અલગ દુનિયા હોય છે, પણ એ બધાથી જુદી એક દુનિયા હોય છે. જેમા તેના માતા-પિતા, ભાઈ-બહેન, સંબંધીઓ હોય છે, પણ તેનાથી પણ એક જુદી દુનિયા હોય છે. આ દુનિયામાં તેની નજીક એ હોય છે જે તેના સારા મિત્રો હોય છે, જેને તે પસંદ કરે છે, જે તેની દુનિયાનો મહત્વનો ભાગ હોય છે. એ વખતે કેટલુ સારુ લાગે છે જ્યારે કોઈ આપણને તેની દુનિયામાં મહત્વ આપે છે. પોતાની દરેક વાત આપણને બતાવે છે. અને જેના બધી ગુપ્ત વાતો આપણે જાણતા હોઈએ છીએ. જ્યારે આપણે કોઈનાથી દૂર હોઈએ અને જ્યારે તેને આપણી કમી અનુભવાય તો કેટલુ સારું લાગે છે. કેટલુ સારુ લાગે છે જ્યારે આપણે કોઈની પ્રેરણા બની જઈએ છીએ.

મૈત્રી લાગણીનો એક અતૂટ ભાગ છે. આ પ્રેમનો સુખદ અનુભવ છે. આપણો થોડો પ્રેમ તેનામાં નવો જીવ પૂરી દે છે. એ માણસ કદી પોતાની જાતને એકલો નથી અનુભવતો જેને સાચો મિત્ર મળી જાય છે.