શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. મિત્રતા દિવસ 07
Written By શૈફાલી શર્મા|

મિત્રતામાં ઉમરની સીમા ન હોય

W.DW.D
સંબંધોની કૂંપળ તે જ માટીમાં ફૂટે છે, જ્યાં તેને મનગમતું વાતાવરણ મળે છે, પછી તે લગ્ન હોય, પ્રેમ હોય કે દોસ્તી હોય. કોઈપણ સંબંધને વિકસવા માટે જરૂર હોય છે, યોગ્યતાની, સહનશીલતાની અને પ્રેમ ની. જે સંબંધોમાં આમાંથી કોઈ એકની કમી હોય તો તે સંબંધોની ઉંમર ઓછી થઈ જાય છે. આમ, તો સંબંધોની કોઈ ઉંમર હોતી નથી અને ન તો સંબંધો બનાવવાની , તો પછી આવું કોણે કહ્યું કે મિત્રતા હંમેશા બરાબરીની વયના લોકો જોડે જ થાય છે ?

આપણે જ્યારે પણ મિત્રતાની વાત કરીએ છે, ત્યારે આપણાં મગજમાં બે બરાબરીના મિત્રોની છબિ જ આવે છે. આપણે કદીપણ મોટી ઉંમરની સ્ત્રી અને ઓછી ઉંમરના છોકરા કે છોકરી કે મોટી ઉંમરના પુરુષ ની સાથે ઓછી ઉંમરના છોકરા કે છોકરીની કલ્પના નથી કરી શકતા, આવું કેમ ? શું દોસ્તી માટે કોઈએ ઉંમરની સીમા નક્કી કરી મુકી છે ? કે પછી અમારા સંવિધાનમાં આ નિયમ છે ? તો પછી સમાજમાં જ્યારે પણ આવા ઉદાહરણ જોવા મળે છે ત્યારે આપણે તેને સ્વીકાર કેમ નથી કરી શકતા ?

મિત્રો વચ્ચે લડાઈ, ઝઘડો, ઈર્ષા અને પ્રતિસ્પર્ધાની ભાવના હોવી એ તો સામાન્ય વાત છે. પણ આ જ સંબંધ કોઈ પરિપક્વ વ્યક્તિનો પોતાના કરતાં ઓછી ઉંમરના મિત્ર સાથે હોય તો આની આશંકા ઓછી જ રહે છે. પોતાના અનુભવો અને મોટાપણાની ભાવનાથી તે ફક્ત મિત્રતાની જ નહી પણ સુરક્ષાની પણ ભાવના આપે છે. ખાસ કરીને ત્યારે જ્યારે મિત્ર કોઈ પારિવારિક સમસ્યાને લઈને નિર્ણય ન લઈ શકતો હોય, ત્યારે મોટી ઉંમરના મિત્રનો સાથ હોવાનો સૌથી મોટો ફાયદો એ જ થાય છે કે તે તેણે સાચુ માર્ગદર્શન આપે છે.

W.D
ફાયદો ફક્ત એક જ તરફો નથી હોતો, ઓફિસમાં કામ કરનારી બરાબરના વયની સ્ત્રીઓ વચ્ચે જોઈએ છે કે તેઓ ઘરની સામાન્ય સમસ્યાઓમાંથી બહાર આવી જ નથી શકતી. આવામાં કોઈ યુવાન દોસ્ત હોય તો તેમની જીવંતતા અને જોશ જીવનને એક મોકળું આકાશ આપે છે. વિચારોને તે ખુલ્લા આકાશમાં ઉડતા વાદળો પર બેસાડી દો તો તે જ્યાં વરસસે, ત્યાં જીવનની તપતી ધરતીને તૃપ્ત કરી દેશે. એટલે કે યુવાનોના સપના, કશુ કરી બતાવવાની પ્રબળ ઈચ્છા અને પોતાની એક અલગ ઓળખાણ બનાવવાનો જોશ તે મહિલાઓ પર જાદૂની જેમ અસર બતાવે છે. તે પોતાના સંકુચિત દાયરાની બહાર નીકળવામાં કામયાબ થઈ શકે છે.

આ જ નહી આવા કેટલાય સંબંધો છે, જે મિત્રતાના સંબંધના નથી, જેવા કે પિતા-પુત્રનો સંબંધ કે પતિ-પત્નીનો સંબંધ પણ આ બધા સંબંધોમાં પોતાની મર્યાદાની સાથે-સાથે મિત્રતાની ચંચળતા ન હોય તો સંબંધ નીરસ લાગે છે. કારણકે મિત્રતાનો સંબંધ એ એક પૂર્ણતાનો સંબંધ છે. જે બધા સંબંધોમાં પૂર્ણતા લાવે છે.

સંબધ કોઈ પણ હોય, વયના બંધનથી ઉપર હોય તો જીવનભર સાથે ચાલે છે. કારણ કે દરેક પોતાની ઉંમર લખાવીને લાવ્યા છે. અને સંબંધોને કોઈ ઉંમરની સીમામાં નથી બાંધી શક્યા. તે તો આજે પણ તેટલા જ સ્વચ્છંદ અને સ્વતંત્ર છે, જેવી રીતે પિતાની સુરક્ષિત નજરમાં રસ્તા પર રમતું એક બાળક.