મનુષ્યનો સાચો મિત્ર પુસ્તક

રવિવાર, 6 ઑગસ્ટ 2017 (08:53 IST)

Widgets Magazine
modiસોસાયટીમાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં છે અને વિદ્યા મળે પુસ્તકો દ્વારા. માણસનો સાથ ભલેને એક માણસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને સુખ હોય કે દુ:ખ, તડકો હોય કે છાંયડો તે હંમેશા સાચા મિત્રની જેમ આપણી સાથે રહે છે.

દુનિયામાં દરેક સંબંધ કદાચ ખોટો સાબિત થઈ શકે છે પરંતુ પુસ્તકો સાથેની મિત્રતાનો સંબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી. તે સુખની અંદર આપણી સાથે હસે છે તો દુ:ખની અંદર આપણી સાથે રડે પણ છે. ભલે દુ:ખના સમયે દુનિયાનો કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય અને આંસુઓને બંધ કરનાર ન હોય તે સમયે પણ પુસ્તક જ મિત્ર બનીને કામમાં આવે છે.

પુસ્તક દ્વારા દરેક વ્યક્તિની લાગણીને સમજી શકીએ છીએ. તેના દ્વારા ભુતકાળને પણ વાંચી શકીએ, ઈતિહાસ વિશે જાણી શકીએ છીએ. મહાન લેખકોનાં વિચારોથી પણ પરિચિત થઈ શકીએ છીએ. પુસ્તકોનો સંસાર ખુબ જ વિશાળ છે. દુનિયાની નાનામાં નાની બાબત તેની અંદર તેની અંદર સમાયેલી છે. દુનિયાના સુકા રણવિસ્તારથી લઈને ખળ-ખળ વહેતી નદીઓ સુધી દરેકની વિગત છે જેના દ્વારા તે આપણને દેશ-દુનિયાનો પરિચય કરાવે છે.

ઘરે બેઠા-બેઠા પુસ્તક દ્વારા દુનિયાની કઈ વસ્તુ ક્યાં આવેલી છે? કયું સ્થળ ક્યાં છે? સમાજ વ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી? કયા મહાન માણસો કેટલો સંઘર્ષ કરીને આગળ આવ્યાં? કોની જીંદગીમાં શું ચાલી રહ્યું છે? દુનિયાના કયા ખુણામાં શુ બન્યું હતું? મહાન સંતોએ શું કહ્યું? તેમના બોધપાઠ દરેકે દરેક વસ્તુનો સમાવેશ આ પુસ્તકોએ પોતાની અંદર કરી લીધો છે. એક મનુષ્ય મિત્ર કરતાં તો પુસ્તકો કદાચ કોઈને વધારે દિલાસો આપી શકે છે. એક દોસ્ત તરીકે તે વધું સારી જાણકારી આપી શકે છે.

જીવનના દરેક ખુણેથી જોઈએ તો દુનિયામાં મિનિટે મિનિટે બદલાવ થઈ રહ્યો છે. દરેક વસ્તુ બદ્લાઈ રહી છે પરિસ્થિતિ બદલાઈ રહી છે, માણસો પણ બદલાઈ જાય છે અને ઘણી વખતે તો મિત્રો પણ બદલાઈ જાય છે. પરંતુ પુસ્તક મિત્ર તો પહેલાં જેવાં હતાં તેવાં ને તેવા મરણાંત સુધી સાથે રહે છે અને દેશ દુનિયાનું જ્ઞાન આપણને આપે છે. તો મિત્રો આજના દિવસે આ પુસ્તક મિત્રો પણ ભૂલાય નહિ.


Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રોમાંસ

news

#Friendship મિત્રતા દિવસ ની શુભકામના મિત્રો !!!

દોસ્તી , યારી , મિત્રતા આજે એનો જ દિવસ છે ના મિત્રો જી હા આજે ફ્રેન્ડશીપ ડે છે આમતો ...

news

ખૂબસૂરત જીવન માટે જરૂરી છે , આ 10 મિત્ર

જીવનને અનુભવ કરવા માટે મિત્રતા , દોસ્તી જરૂરી છે , પણ મિત્ર બે માણસના વચ્ચે આ જરૂરી તો ...

news

Happy Friendship Day- સાચો મિત્ર કોણ

ખરાબ સમયમાં જે સાથ આપે છે તે જ સાચો મિત્ર છે, સાચો હિતેચ્છુ છે. પરંતુ જે વિપરિત ...

news

ટોપ 15 friendship day કોટ્સ

ફ્રેડશિપ ડે દરેક વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે ઉજવાય છે. આમ તો દોસ્તી માટે કોઈ દિવસ નક્કી ...

Widgets Magazine