ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (14:20 IST)

ગણપતિ વિસર્જન મુહુર્ત

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના રોજ અનંત ચતુર્દશી (આ વખતે 27 સપ્ટેમ્બર રવિવાર)ના રોજ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે 10 દિવસીય ગણેશોત્સવનું સમાપન થાય છે અને ઘરોમાં સ્થાપિત ભગવાન શ્રીગણેશની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે જે પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેનુ વિસર્જન થવુ જોઈએ. 
 
જરૂરી નથી કે આ વિસર્જન નદી કે જળાશયમાં જ થાય. હા વિસર્જન જળમાં જ થવુ જોઈએ. ઉત્તમ ઉપાય એ છે કે તમે ઘરમાં જ સ્વચ્છ પાત્ર અને શુદ્ધ જળમાં પ્રતિમાનું વિસર્જન કરો. વિસર્જન પહેલા ભગવાન શ્રીગણેશનુ પૂજન પણ કરવામાં આવે છે જેની વિધિ આ મુજબ છે. 
 
વિધિ 
 
વિસર્જન પહેલા સ્થાપિત ગણેશ પ્રતિમાનો સંકલ્પ મંત્ર પછી ષોડશોપચાર પૂજન આરતી કરો. ગણેશજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. મંત્ર બોલતા 21 દુર્વા દળ ચઢાવો. 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાંથી 5 લાગુ મૂર્તિ પાસે મુકી દો અને 5 લાડુ બ્રાહ્મણોને દાન કરો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. પૂજન સમયે આ મંત્ર બોલો - ૐ ગં ગણપતયે નમ: 
 
ગણેશજીને દુર્વા અર્પિત કરતી સમયે નીચે લખેલા મંત્રોનો જાપ કરો.  
 
ऊँ गणाधिपतयै नम: 
ऊँ उमापुत्राय नम:
ऊँ विघ्ननाशनाय नम: 
ऊँ विनायकाय नम:
ऊँ ईशपुत्राय नम: 
ऊँ सर्वसिद्धप्रदाय नम:
ऊँ एकदन्ताय नम:
ऊँ इभवक्त्राय नम:
ऊँ मूषकवाहनाय नम: 
ऊँ कुमारगुरवे नम: 
 
ત્યારબાદ શ્રીગણેશની આરતી ઉતારો અને ઘરમાં જ ચોખ્ખા વાસણ અને શુદ્ધ જળમાં મૂર્તિનુ વિસર્જન કરો અને આ મંત્ર બોલો
 
यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम् ।
इष्टकामसमृद्धयर्थं पुनर्अपि पुनरागमनाय च ॥
 
હવે આ જળ પવિત્ર વૃક્ષોના  જડમાં અર્પિત કરી દો. તેનાથી ગણેશજીની કૃપા સદા માટે તમારા પરિવાર પર કાયમ રહેશે. 
 
વિસર્જનનુ શુભ મુહૂર્ત 
 
સવારે 7:40થી બપોરે 12:20 સુધી 
બપોરે 1:40થી 3:20 સુધી 
સાંજે 6:20 થી 7:00 વાગ્યા સુધી