ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

શ્રી ગણેશના ગાયત્રી મંત્રથી દરેક કામના પૂર્ણ કરો

ગણેશ ગાયત્રી મંત્રથી મેળવો દરેક પ્રકારની સિદ્ધિ

ગણેશોત્સવના દસ દિવસોમાં પણ શ્રી ગણેશની વિશેષ મંત્રોથી પૂજા એકદમ ફળદાયી માનવામાં આવી છે. આ દિવસોમાં તેમની પૂજા વિઘ્ન અને સંકટોથી બચાવીને જીવનના દરેક સપના અને ઈચ્છાઓ ને પૂરી કરનારા માનવામાં આવે છે.

ગણેશ ઉત્સવના દસ દિવસ સુધી રોજ કે દરેક બુધવારે કેવી રીતે કયા વિશેષ મંત્રોથી શ્રી ગણેશની પૂજા કરશો

- સવારે સૂર્યોદય પહેલા જાગો અને સ્નાન કરો

- ઘર કે ઘરના મંદિરમાં પીળા વસ્ત્ર પહેરી શ્રી ગણેશની પૂજા સિંદૂર, દૂર્વા, ગંઘ, અક્ષત, અબીલ, ગુલાલ, સુગંધિત ફૂલ, જનોઈ, સોપારી, ઋતુ મુજબના ફળ અને નૈવેદ્યમાં લાડુ અર્પણ કરીને કરો.

- પૂજા પછી પીળા આસન પર બેસીને નીચે લખેલા શ્રી ગણેશના મંત્રથી પૂજા સંપન્ન કરો.

ગણેશ ગાયત્રી મંત્ર

એકદત્તાય વિદ્યહે, વક્રતુળ્ડાય ધીમહિ, તન્નો દતી પ્રચોદયાત
મહાકર્ણાય વિદ્યહે, વક્રતુળ્ડાય ધીમહિ, તન્નો દતી પ્રચોદયાત
ગજાનનાય વિદ્યહે, વક્રતુળ્ડાય ધીમહિ, તન્નો દતી પ્રચોદયાત