શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ગણેશોત્સવ
Written By વેબ દુનિયા|

ગણેશજીના પ્રિય મોદક

માવા મોદક ચોકલેટી

N.D
કવર સામગ્રી - ચોખાનો લોટ 1 કપ, મેદો 1/2 કપ, 2 ટી સ્પૂન ઘી, ચપટી મીઠુ, દેશી ઘી,

ભરાવણની સામગ્રી - માવો 1 કપ, ખાંડ 1/2 કપ, છીણેલી ચોકલેટ, 1/2 કપ ચોકલેટ સોસ અંદાજથી.

બનાવવાને રીત - માવો થોડો સેકી લો. ઠંડો કરો તેમજ ચોકલેટ અને ખાંડ મિક્સ કરો. કવર સામગ્રી મિક્સ કરીને ગૂંથી લો અને પુરીઓ વણીને ભરાવન ભરો. મોદક તૈયાર કરો. ઘી ગરમ કરો અને બધા મોદક ધીમા તાપ પર તળી લો અને સર્વ કરો.


નારિયેળ મોદક

N.D
સામગ્રી - કવર માટે : ચોખાનો લોટ, 1 કપ 2 ટી સ્પૂન દેશી ઘી, ચપટી મીઠુ અને મેદો 1/2 કપ.

ભરાવનની સામગ્રી - છીણેલુ નારિયળ 2 કપ, 1,4 કપ કાજુ અધકચરા, પિસ્તાની કતરન, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર, 1/2 કપ દૂધ, 1 કપ ખાંડ અને કેસર.

બનાવવાની રીત - કડાહીમાં નારિયળ, કાજુ, પિસ્તા અને ખાંડ નાખો તેમજ દૂધ નાખીને થવા દો. માવા જેવુ ઘટ્ટ થવા માંડે ત્યારે ઉતારી લો અને ઈલાયચી મિક્સ કરો. ચોખાના લોટમાં મેદો, ઘી અને મીઠુ નાખીને લોટ બાંધી લો અને પાતળી નાની પૂરીઓ વણી લો. ભરાવણ સામગ્રી થોડી થોડી ભરીને મોદક તૈયાર કરી લો. ઘી ગરમ કરો અને ધીમા તાપ પર બધા મોદક સોનેરી થતા સુધી તળી લો. ઉપરથી કેસરના ટીપા નાખીને ભોગ લગાવો.

મગજ મોદક

N.D
કવર સામગ્રી - 1 કપ ચોખાનો લોટ, 1.2 કપ મેદો, 2 ટી સ્પૂન દેશી ઘી. ચપટી મીઠુ, દેશી ઘી, કેસર.

ભરાવન સામગ્રી - બેસન 1/2 કપ રવો 1/4 કપ, દળેલી ખાંડ 3/4 કપ, 1-1 ટી સ્પૂન ઈલાયચી પાઉડર, કિશમિશ, કાજુ દરદરા અને પિસ્તા, બદામની કતરન

બનાવવાની રીત - બેસનમાં 1 મોટી ચમચી ઘી અને રવો નાખીને સોનેરી થતા સુધી સેકો. ઠંડુ કરો અને બધી સામગ્રી(ભરામણની) મિક્સ કરી લો.

ચોખાનો લોટ, મેદો, ઘી, કેસર મીઠુ નાખીને લોટ બાંધી લો. નાના પૂરીઓ બનાવી મગજનું ભરાવણ ભરી લો અને મોદક તૈયાર કરો. બધા મોદક ધીમા તાપ પર તળી લો.