શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: સોમવાર, 12 જુલાઈ 2021 (12:37 IST)

What is Lightning વીજળી કેમ પડે છે, શુ છે તેનુ વૈજ્ઞાનિક કારણ ?

મોટાભાગે માનસૂન આવ્યા પછી કે વરસાદમાં વિજળી કડકવાની અને પડવાની ઘટના સામે આવે છે.  બીજી બાજુ આને લોકો દ્વારા આકાશીય ઘટના કે પ્રાકૃતિક વિપદા માનતા ચૂપચાપ રહી જાય છે. પણ શુ તમે જાણો છો કે આકાશમાં વીજળી કેમ કડકે છે. 
 
તો અમે તમને બતાવીએ છીએ કે આકાશમાં અપોજીટ એનર્જીના વાદળ હવાથી ઉમડતા અને ઘુમડતા રહે છે. આ વિપરિત દિશામાં જતા એકબીજા સાથે અથડાય છે. તેનાથી થનારા ઘર્ષણથી વીજળી પેદા થાય છે જે ધરતી પર પડે છે. આકાશમાં કોઈ પ્રકારનું કંડક્ટર ન હોવાથી વીજળી પૃથ્વી પર કંડક્ટરની શોધમાં પહોંચી જાય છે. જેનાથી નુકશાન થાય છે.  ધરતી પર પહોંચ્યા પછી વિજળીને કંડક્ટરની જરૂર પડે છે. આકાશીય વિજળી જ્યારે લોખંડના થાંબલાની આસપાસથી પસાર થાય છે તો તે કંડક્ટરનુ કામ કરે છે. એ સમયે કોઈ વ્યક્તિ જો તેના સંપર્કમાં આવે છે તો તેનો જીવ પણ જઈ શકે છે. ડેમેજ થઈ જાય છે 
   
ડેમેજ થઈ જાય છે ટિશૂજ, બોડી પર પડે છે ઈફેક્ટ. -  આસમાની વિજળીની અસર હ્યૂમન બૉડી પર અનેક ગણી પડે છે. ડીપ બર્ન થવાથી ટિશૂજ ડેમેજ થઈ જાય છે. તેમને સહેલાઈથી ઠીક નથી કરી શકાતી. વિજળીની અસર નર્વસ સિસ્ટમ પર પડે છે. હાર્ટ અટેક થવાથી મોત થઈ જાય છે. તેની અસરથી શારીરિક અપંગતાનો ખતરો રહે છે. 
 
જાણો કેવી રીતે બચશો વિજળીથી - ઈલેક્ટ્રીકલ મિકેનિકને કહીને ઘરમાં તડિત આઘાત/લાઈટિંગ રોડ (આ એક પ્રકારનું એંટિના હોય છે. જે વિજળી દરમિયાન અર્થિંગનુ કામ કરે છે) લગાવવુ જોઈએ. આંધી આવતા જ ટીવી, રેડિયો, કંમ્પ્યૂટર બધા મોડેમ અને પાવર પ્લગ કાઢી નાખો. ઈલેક્ટ્રિક એપ્લાએંસેસને ઓફ કરી દેવુ જોઈએ. આ દરમિયાન મોબાઈલ યૂઝ કરવાથી બચો. ઉઘાડા પગે જમીન કે ટાઈલ્સ પર ઉભા ન રહો. વીજળી ઉપકરણોથી દૂર રહો. વીજળી ઉત્પન્ન કરનારી વસ્તુઓને દૂર રાખો. રેડિએટર, ફોન, ધાતુના પાઈપ, સ્ટોવ વગેરે. ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં જવાથી બચો. જો તમે ખુલ્લા મેદાન પર હોય તો કોઈ બિલ્ડિંગમાં સંતાય જવાનો પ્રયત્ન કરો.  ભીના કપડાને કારણે વજ્રપાતની અસર ઓછી થઈ જાય છે.  આકાશેયે વીજળીનુ તપામાન સૂર્યની ગરમીથી પણ વધુ હોય છે. વિજળી મિલી સેંકડથી ઓછા સમય માટે રોકાય છે. જો વિજળી ક કોઈ વ્યક્તિ પર પડે છે તો સૌથી વધુ અસર તેના માથા, ખભા અને ગળા પર થાય છે.  
 
અનેક માન્યતાઓ પણ છે. 
 
- છાણ પર વીજળી પડવાથી છાણ સોનું બની જાય છે. 
- મકાન પર વીજળી પડવાથી અગાશીના સળિયા અષ્ટધાતુ બની જાય છે. 
- પીપળો, વડ, પેપરીફેરી. તાડ જેવા વૃક્ષો પર વીજળી વધુ પડે છે.  કોઈ વસ્તુ પર વીજળી પડ્યા પછે ત્યા ફરીથી વીજળી નથી પડતી. રબર, ટાયર કે ફોમ તેનાથી બચાવ કરી શકાય છે.  
.