આમ આદમી પાર્ટીના 2 હજાર જેટલા કાર્યકરો કોંગ્રેસમય થયાં

મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (14:53 IST)

Widgets Magazine
aam aadmi party


 ગુજરાતમાં ઓછા મતોથી હારજીત થતી હોય તેવી બેઠકો પર આપના ઉમેદવાર ઊભા કરીને ભાજપને ફાયદો કરાવવાનો કારસો રચાયો હોવાનો આક્ષેપ આપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલાં આગેવાનોએ કર્યો છે. જેથી બે હજારથી વધુ કાર્યકરો-આગેવાનોએ સામૂહિક રીતે આપની ટોપી ફગાવીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં આપના ડો. ઋતુરાજ મહેતા, અમદાવાદ લોકસભાના પ્રમુખ વંદના પટેલે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે આમઆદમી પાર્ટીમાં જોડાયા ત્યારે લોકોના કલ્યાણ માટેની જે વાતો થતી હતી તે વાત અત્યારે ભૂલી જવાઈ છે અને ભાજપની બી ટીમ બનીને લોકો સાથે વિશ્વાસઘાત કરવાનું યોગ્ય ન લાગતા લોકશાહી ઢબે લોકોના પ્રશ્નો માટે કામ કરતી કોંગ્રેસમાં જોડાવાનું પગલું ભર્યું છે. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, કોંગ્રેસ નવસર્જનના નારા સાથે રાજ્યના ગરીબ, સામાન્ય-મધ્યમ વર્ગના ન્યાય માટે આવી રહી છે. અનેક લોકો રાજકારણમાં અંગત સ્વાર્થ માટે પ્રદેશ અને રાષ્ટ્ર હિતની વાતો કરે છે પરંતુ હકીકતમાં તેઓ તેનાથી તદ્દન વિરુદ્ધમાં વર્તી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાયેલાં આપના હોદ્દેદારોમાં મહિલા પાંખના પ્રમુખ, વેપાર સેલના ચેમેન, અમદાવાદના ઘાટલોડિયાના હોદ્દેદારો ઉપરાંત ખેડા, રાજકોટ, માણસા, જૂનાગઢ, વિસનગર, માતર, પાલીતાણા, ધંધુકા, ગીર-ગઢડા સહિતના આગેવાનો કાર્યકરોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા અને કોંગ્રેસના ઉમેદવારોના મત કાપવા માટે ‘આપ’ દ્વારા જે તે વિધાનસભામાં ઉમેદવારો ઊભા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને આપ સાથે છેડો ફાડનારા હોદ્દેદારોના નિવેદનથી બળ મળ્યું છે. અમદાવાદમાં પણ દરિયાપુર અને જમાલપુર જેવી લઘુમતી બેઠકોમાં આપ દ્વારા આ રીતે ઉમેદવારો ઊભા કરવાની વેતરણ કરી હતી પરંતુ તેની દાળ ગળી ન હતી અને આપની આ ચાલનો પર્દાફાશ થયો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
આમ આદમી પાર્ટી 2 હજાર જેટલા કાર્યકરો કોંગ્રેસમય ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Elections Election Results Surat News Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Results Live Updates Gujarat Live Election Results Opposition Party In Gujarat Rulling Party In Gujarat Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat Elections In Gujarat Vidhan Sabha

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપને જીત જોઈએ તો ગુજરાતમાં 'પદ્માવતી' પર પ્રતિબંધ મૂકો ...

સંજય લીલા ભણશાલીની બહચર્ચિત ફિલ્મના વિરોધમાં કચ્છ ક્ષત્રિય સમાજની મહિલાઓએ આજે કચ્છ જિલ્લા ...

news

ચંદ્રયાન-૨ માટેના ઉપકરણો અમદાવાદમા તૈયાર થઈ રહ્યાં છે. માર્ચ ૨૦૧૮માં લોન્ચ થવાની શક્યતાઓ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ કરેલી જાહેરાત પ્રમાણે ચંદ્રયાન-૨ માર્ચ ૨૦૧૮માં ...

news

નોટબંધી અને GST દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું- રાહુલ ગાંધી

૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ...

news

ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને વેતરવાનો પ્લાન તૈયાર

BJPના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લી 3 ચૂંટણીથી વાઘોડિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ રહ્યા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine