શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (18:12 IST)

રાજ્યની 182 વિધાનસભા બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ઘ્વારા આઝાદી આંદોલનની શરૂઆત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 69માં બલિદાન દિનથી આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત ઘ્વારા "ગુજરાત આઝાદી આંદોલન" ની શરૂઆત કરવામાં આવી હતી. દેશના લોકોને આઝાદી અપાવવા અને લોકકલ્યાણના કાર્યોમાં પોતાનું પૂરું જીવન ખર્ચ કરનાર ગાંધીના નિર્વાણ દિવસથી  શરુ થઇ રહેલા આઝાદી આંદોલનનો હેતુ ગુજરાતના નાગરિકોને તેમની સમસ્યાઓમાંથી અને અમિત શાહ ગેંગથી આઝાદી અપાવવાનો છે. જેમાં પાંચ તબક્કાઓમાં કાર્યક્રમો કરવમાં આવશે અને દરેક વિધાનસભામાં લોકોની સમસ્યાઓનું માંગપત્ર તૈયાર કરવામાં આવશે જે 26 માર્ચના રોજ રાજ્યભરના લોકો એકઠા થઇ મુખ્યમંત્રી  વિજય રૂપાણીને આપવામાં આવશે. ગુજરાતની  તમામ  182 વિધાનસભા બેઠકો પર આજરોજ ગુજરાત આઝાદી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સવારના 11 વાગ્યે  દરેક  વિધાનસભા બેઠકો ઉપર વિધાનસભાના અધ્યક્ષ અને કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ગાંધીજીના પ્રિય ભજન  "રઘુ પતિ રાઘવ ." થી કાર્યક્રમની શરૂઆત કરી હતી. તથા એકઠા થયેલા લોકોને આજથી શરુ થયેલા આ અભિયાન પાછળનો હેતુ તથા કાર્યક્રમની રૂપરેખા વિષે જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ વિધાનસભાની સમસ્યાઓનું માંગપત્ર ભરાવવાની શરૂઆત કરવામાં આવી હતી.  પાર્ટી ઘ્વારા શરુ કરવામાં આવેલા આંદોલનને લઇને પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો દરેક ખૂણે લોકો એક જ વાત કહેતા જોવા મળ્યા હતા કે "આજે અમિત શાહની ગેંગના કબ્જામાં બરબાદ થઇ રહેલા ગુજરાતને ખરેખર આઝાદ કરાવવાની તાતી જરૂરિયાત છે કોંગ્રેસમાં તાકાત નથી કે તે કઈ કરી શકે જો આ કોઈ પાર્ટી કરી શકે એમ છે તો આમ આદમી પાર્ટી જ છે." આંદોલનના પ્રથમ દિવસે જ ગુજરાતમાં હજારો માંગપત્રો ભરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં પાર્ટીના ઝોનલ ઇન્ચાર્જો ઘ્વારા   પોતાના ઝોનમાં હાજરી આપવામાં આવી હતી ડો કનુભાઈ કલસરિયા ઘ્વારા મહુવામાં , દક્ષિણ ગુજરાત ઇન્ચાર્જ કિશોર દેસાઈ સુરત ખાતે , અર્જુન રાઠવા છોટા ઉદેપુર ખાતે , અમદાવાદ રૂરલ ઇન્ચાર્જ  રાજેશ પટેલ મેહસાણા ખાતે , ભેમાભાઈ ચૌધરી બનાસકાંઠા ખાતે તથા આશુતોષ પટેલ અમદાવાદ ખાતે હાજર રહ્યા હતા. નોંધનીય વાત એ છે કે શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં પણ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને ગામડાના લોકોમાં પણ પાર્ટી અને કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.  અમદાવાદ શહેરની તમામ 18 વિધાનસભા બેઠકો ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ  હતું. અમિત શાહની વિધાનસભા નારણપુરામાં 100થી વધી પોલીસ જવાનોનો કાફલો ખડકવામાં આવ્યો હતો અને કાર્યક્રમની શરૂઆત થાય તે સાથે જ પોલીસ જવાનો ઘ્વારા પાર્ટીના અમદાવાદ પ્રભારી અભિનવ રાય તથા આશુતોષ પટેલની અટકાયત કરવાની કોશિશ કરવાંમાં આવી હતી પરંતુ વધુ સ્થાનિકો એકઠા થતા તેમને ત્યાં થી જ છોડી દેવામાં આવ્યા હતા અને કાર્યક્રમ રોકી લેવામાં આવ્યો હતો આ સાથે જમાલપુર વિધાનસભા બેઠક ઉપર પણ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. દેશને આઝાદી અપાવનાર ગાંધીના નિર્વાણ દિને ગાંધીની ધરતી ગુજરાતમાં ફરી એક વખત સરકારની હિટલરશાહી જોવા મળી હતી. આંદોલનના બીજા તબક્કામાં દરેક 20 બુથો પર ઉપર તારીખ 12 ફેબ્રુઆરીના રોજ આઝાદી સભાનું આયોજન કરવમાં આવશે.