ગુજરાતમાં 150 સીટો જીતીને પીએમને ભેટ આપીશું - અમીત શાહ

શનિવાર, 8 જુલાઈ 2017 (12:28 IST)

Widgets Magazine


ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓના પેજ પ્રમુખોના સંમેલનમાં ઊમટેલા દોઢ લાખથી વધુ કાર્યકરોને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે રાજ્યમાં 150 પ્લસ બેઠક જીતવાના સંકલ્પને પૂર્ણ કરી વિજય વિશ્વાસની ભેટ વડાપ્રધાન મોદીને ધરવા આહવાન કર્યુ હતું. અમિત શાહે  કાર્યકરોને જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીએ કોંગ્રેસને મૂળ સહિત ઉખાડી ફેંકવાની ચૂંટણી બની રહેશે.

મહુવા તાલુકાના અનાવલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓ અને નગરોના પેજ પ્રમુખોના બોલાવેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ઊમટેલી દોઢ લાખથી વધુની મેદની ઉમટી હતી. સભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે જણાવ્યું કે, આ કાર્યકર્તાઓનો મહાસાગર ઊમટેલો જોઈને એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ગુજરાતની જનતા આગામી ચૂંટણીમાં 150 પ્લસ કરીને આપશે. આગામી વિધાનસભાની ચૂંટણીએ કોંગ્રેસને મૂળ સહિત ઉખાડી ફેંકવાની ચૂંટણી બની રહેશે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, આસામ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણીપુર વગેરે રાજ્યોમાં ભાજપે શાસન અંકે કર્યુ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમિત શાહની ગુજરાતમાં ગર્જના - ગુજરાતમાં કોંગ્રેસને એ રીતે હરાવવાની છે કે તે ફરી ક્યારેય જીતવાનુ સપનું ન જુએ

ભાજપા અધ્યક્ષ અમિત શાહે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર સીધુ નિશાન સાધતા કહ્યુ કે ...

news

See Video - OMG મૈક્સિકોના મેયરે મગર મચ્છ સાથે લગ્ન કર્યા

તો આવો આજે અમે સમાચાર જરા હટકે.. મા તમને બતાવવા જઈ રહ્યા છીએ કે મેક્સિકોના મેયરે મગર ...

news

સુરતમાં બ્લેકમનીના બાદશાહ ભજિયાવાલાની સંપત્તિ ટાંચમાં લેવાશે

દેશમાં નવેમ્બર મહિનામાં નૉટબંધી બાદ સુરતના કિશોર ભજિયાવાલાએ બૅંકમાં કરોડોની રોકડ રકમ જમા ...

news

જાન્‍યુઆરીથી એપ્રિલ-ર૦૧૭ સુધીમાં અકસ્‍માતોમાં ૧૪રરનો ઘટાડો

માર્ગ સલામતી માનવીના જીવનને સીધી રીતે સ્પર્શતી બાબત છે. રાજ્ય સરકાર પણ માર્ગ સલામતી અંગે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine