શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 28 ઑક્ટોબર 2017 (14:38 IST)

ભૂતપૂર્વ નાણામંત્રી સૌરભ પટેલની અવગણનાનો મળશે લાભ, આનંદીબહેનની પુત્રી અનાર પટેલ લડશે ચૂંટણી?

રાજકારણમાં કયા અંકોડા ક્યાં ભીડાય તે કળવુ મુશ્કેલ બની જાય છે. આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદ અધુરી ટર્મમાં જ છોડવુ પડ્યુ હતુ જેથી તેમણે આ વખતે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે તેમના પડછાયા સમી તેમની દીકરી અનાર પટેલની આ વખતે ચૂંટણી લડવાની શક્યતાઓ વધી જાય છે પણ પ્રશ્ન એ છે કે તે ચૂંટણી ક્યાંથી લડસે. વડોદરાથી કે અમદાવાદથી. અનાર પટેલે વડોદરાની મુલાકાતના દોર વધાર્યા છે

તે જોતાં તેઓ અકોટા કે માંજલપુરની બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ સ્થાનિક લોકોમાં થઈ રહી છે. પણ ત્યાં તો ભૂતપૂર્વ નાણાંમંત્રી સૌરભ પટેલને પ્રખર દાવેદાર માનવામાં આવે છે પણ હાલ જે રીતે તેમની અવગણના થઈ રહી છે તે જોતા અનારને આ બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઝુકાવવાની શક્યતાઓ વધી જાય છે. અનાર પટેલ વડોદરામાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રણથી ચાર વખત મુલાકાત લીધેલ છે. જેથી તે માંજલપુર બેઠક કે અકોટા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પક્ડયુ છે. આનંદીબેન પટેલને વયને કારણે મુખ્યમંત્રી પર છોડેલું છે અને થોડાક દિવસો અગાઉ જ તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર થકી ચૂંટણી નહીં લડવાની વાત કરેલી છે. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડ્યા હતા અને હાલ ધારાસભ્ય છે. બીજી તરફ આનંદીબેને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે તેથી દિકરી અનાર પટેલને ટિકીટ મળી શકે છે. જોકે ઘાટલોડિયા બેઠક પરથી બિપીન ગોતાએ દાવેદારી નોંધાવી છે. બિપીન ગોતા અમિત શાહના વિશ્વાસુ ગણાય છે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમીતભાઇ શાહને 4થી ઓક્ટોબરે એક પત્ર લખીને પોતે આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માગતા નથી એવી જાહેરાત કરી છે