ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 20 એપ્રિલ 2017 (23:21 IST)

2002 પછી ભાજપની સીટો ઘટી, 150ના લક્ષ્યાંક સામે પડકાર, ભાજપ મોદી બ્રાન્ડ ચલાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ વખતે પણ ભાજપનું પલ્લુ ભારે હોવાનું રાજકિય વિશ્લેષકોનું માનવું છે.  ખાસ કરીને ગુજરાતમાં ભાજપની કુલ 43 સીટો એવી છે કે જે છેલ્લા વીસ વર્ષથી સતત જીતી રહી છે. 1995માં કોંગ્રેસે 45 બેઠકો મેળવી હતી, જે બાદ કોંગ્રેસની બેઠકોમાં આંશિક વધારો થયો છે. પરંતુ તેની સામે એટલી જ સીટો ભાજપ માટે 'નિશ્ચિત' જ છે. 1995થી 2012 સુધીમાં કુલ પાંચ ચૂંટણીમાં ભાજપ 43 સીટો ક્યારેય હાર્યું નથી.

ગુજરાત વિધાનસભાની 1995થી 2012 સુધીની ચૂંટણીનું મતવિસ્તાર પ્રમાણે એનાલિસીસમાં એવું તારણ નીકળ્યું છે કે, ભાજપ 43 બેઠકો પર હાર્યું નથી. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રની 12 બેઠકો પર ભાજપ સતત જીતતું આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદની 21માંથી 17 સીટો , કચ્છની કુલ 6 બેઠકોમાંથી ભાજપ 1 બેઠક પર જીતતું આવ્યું છે. આજ પ્રમાણે, ઉત્તર ગુજરાતની 53 સીટોમાંથી 8, દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી 8, મધ્ય ગુજરાતની કુલ 40 બેઠકોમાંથી 14 પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. 

1995 પછી યોજાયેલી ગુજરાત વિધાનસભાની પાંચ ચૂંટણીમાં સૌથી વધુ 127 બેઠકો ભાજપે 2002માં મેળવી હતી. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150નો લક્ષ્યાંક પૂરો કરવા માટે વધારાની 29 સીટો પર જીત હાંસલ કરવી પડે તેમ છે. 150ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કોંગ્રેસ અને લધુમતી પ્રેરિત કેટલીક સીટો પર વિજય હાંસલ કરવું ભાજપ માટે પડકાર સામન રહેશે.