શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (15:35 IST)

ગુજરાત માટે BJPનો મેગા પ્લાન... 50 હજાર બૂથ પર "મન કી બાત.. ચાય કે સાથ"

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપી છઠ્ઠીવાર રાજનીતિક જંગને ફતેહ કરવા બૂથ સ્તર સુધી મજબૂત પકડ બનાવવાની રણનીતિ અપનાવતી દેખાય રહી છે. બીજેપી ગુજરાતના 50 હજાર બૂથો પર મન કી બાત, ચાય કે સાથ કાર્યક્રમ કરશે.. તેના દ્વારા બીજેપી કાર્યકર્તા રાજ્યના બૂથો પર જશે અને બીજેપીની નીતિયો પર ચર્ચા કરશે. 
 
ગુજરાતના બીજેપી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 26 નવેમ્બર રવિવારે "મન કી બાત.. ચાય કે સાથ" ના કાર્યક્રમની શરૂઆત કરશે.. બીજેપી આ રીતે  ગુજરાતની ચૂંટણી જંગ જીતવા માટેની તૈયારી શરૂ કરશે.. 
 
બીજેપી ગુજરાતના પ્રથમ ચરણવાળા ક્ષેત્રોના બૂથ પરથી "મન કી બાત.. ચાય કે સાથ"  કાર્યક્રમની શરૂઆત કરી રહી છે. પાર્ટી પ્રથમ ચરણના બૂથ કાર્યક્રમ પૂરો કર્યા પછી બીજા ચરણવાળા બૂથ પર જશે.. 
 
ઉલ્લેખનીય છે કે 2014ના લોકસભા ચૂંટણીમં બીજેપીએ ચાય પર ચર્ચા કાર્યક્રમ દ્વારા દેશનુ વાતાવરણ બીજેપીમય બનાવ્યુ હતુ. તેનુ જ પરિણામ હતુ કે બીજેપીએ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. 
 
પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ લોકો સાથે વાત કરવા માટે રેડિયો પર મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી છે. પીએમ મોદી દર મહિનાની અંતિમ રવિવારે મન કી બાત કરે છે. 
 
બીજેપીએ એ જ રીતે ગુજરાતની રાજનીતિક બાજી માટે "મન કી બાત.. ચાય કે સાથ"  કાર્યક્રમ અપનાવ્યો છે. આ તો 18 ડિસેમ્બરે જ જાણ થશે કે ચાય પર ચર્ચાની જેમ "મન કી બાત.. ચાય કે સાથ"  કાર્યક્રમ બીજેપી માટે કેટલો સફળ રહેશે.