Widgets Magazine
Widgets Magazine

કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો બનાવટી પત્ર વાઇરલ થયો

શુક્રવાર, 24 નવેમ્બર 2017 (12:39 IST)

Widgets Magazine

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોઇક તત્વો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોની ખોટી યાદી જાહેર કર્યા બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો ફેક લેટર સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ ફેક પત્રના પગલે ગુજરાતમાં ગઇકાલે મોડી સાંજથી રાજકારણમાં હોબાળો મચી ગયો હતો. અને ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે 'આ પત્ર ખોટો છે. હું કોંગ્રેસમાં જ છું.
bhara singh solanki

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને ઉદેશીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લેટરપેડ પર ભરતસિંહ સોલંકીની સહી સાથે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા આ ફેક પત્રમાં એવું જણાવાયું છે, 'ગુજરાતની ચૂંટણીમાં પાર્ટીએ એવા નિર્ણય કર્યા છે. જે રાજનીતિની પરિભાષાને અનુકુળ નથી. ટિકીટ વહેંચણીમાં પૈસા લઇને ટિકીટ વેચવામાં આવી છે. ચૂંટણી અભિયાનની કમાન એવા લોકોના હાથમાં સોંપી છે જેઓ ન તો ગુજરાતની રાજનીતિથી પરિચિત છે કે ન તો જનતાના સ્વભાવથી. રાહુલ ગાંધીને પણ ખોટી સલાહ આપી ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આવી ગતિવિધીઓથી હું અધ્યક્ષપદેથી રાજીનામું આપું છું. કાર્યકર તરીકે હું કામ કરીશ.આ પત્રના મુદ્દે ભરતસિંહ સોલંકીએ મીડિયાને કહયું હતું કે 'અમારા લોહીમાં કોંગ્રેસ છે. અમે કોંગ્રેસને વફાદાર છીએ. હું કોંગ્રેસમાં જ છું. આ પત્ર ખોટો છે. જાતજાતની અફવા ફેલાવવાનો બીજેપી પ્રેરિત તત્વો પ્રયાસ કરી રહ્યા છે. આ બનાવટી પત્ર વિશે હું ચૂંટણી પંચમાં ફરીયાદ કરીશ.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહુલ ગાંધી પહોંચ્યા પોરબંદર, કીર્તિ મંદિરથી કર્યો ચુંટણી પ્રચારનો પ્રારંભ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ...

news

પદમાવતી મુદ્દા પર વિવાદિત નિવેદન...મોદી પર જુતુ ફેંકનારને એક લાખ રૂપિયાનુ ઈનામ

ફિલ્મ પદ્માવતી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે એક ફિલ્મમેકરે વિવાદિત નિવેદન આપ્યું છે. મુંબઈના ...

news

હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં ...

news

ગુજરાત - બીજેપી કાર્યાલય પર હાર્દિકના કાર્યકર્તાઓની ગુંડાગર્દી... પોલીસ મથક પર કર્યો પત્થરમારો

ગુજરાતમાં સૂરતના વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર્તાઓએ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine