સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (15:57 IST)

વડાપ્રધાન મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો સર્જાતા કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરીયાદ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું.  મોદીને જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જોકે મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો જેવો માહોલ સર્જાતા કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાણીપમાં મતદાન કરવા આવ્યા ત્યારે રોડ શો જેવો મોહાલ સર્જાયો હતો. જેને લઇને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને આ રોડ શો સામે વિરોધ નોંધાવ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગહેલોતે કહ્યું છે કે મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ જે રોડ શો કર્યો હતો તે આચારસંહિતાનો ભંગ છે. ચૂંટણી પંચ વડાપ્રધાન અને પીએમઓના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના પહેલા વડાપ્રધાન છે કે જેમણે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું છે.