શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2017 (23:43 IST)

જુઓ આનંદીબેને ચૂંટણી નહીં લડવા કોને પત્ર લખ્યો

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર પાઠવીને આગામી ચૂંટણી નહીં લડવા માટે ભલામણ કરી છે. વોટ્સએપ પર ફરતા થયેલા આ લેટરમાં આનંદીબેને જણાવ્યું છે કે હવે હું 75 વર્ષની થઈ છું તેથી આ સમય ચૂંટણી લડવાનો નથી. મને ક્યારેય ભાજપ પક્ષે કંઇ કહ્યું નથી, પરંતુ હવે મારે ચૂંટણી લડવી નથી.આનંદીબેને પટેલે અમિત શાહને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું 1998થી ધારાસભ્ય છું અને દરેક જવાબદારી નિષ્ઠાથી નિભાવી છે, ત્યારે હવે 75 વર્ષ થયા છે. મારે ચૂંટણી લડવી નથી. ઘાટલોડિયાની ટિકિટ અન્ય કોઇ સક્ષમ કાર્યકર્તાને આપો. સાથે આનંદીબેને સ્પષ્ટતા પણ કરી છે કે, મને ભાજપ પક્ષ દ્વારા કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ તેઓ પોતે સ્વેચ્છાએ જ ચૂંટણી લડવા માગતા નથી તેવું જણાવ્યું છે.