સીબીઆઈ અને ઈડીની તપાસના બ્લેકમેઈલિંગના કારણે શંકરસિંહે કોંગ્રેસ છોડી - અશોક ગેહલોત

બુધવાર, 26 જુલાઈ 2017 (15:49 IST)

Widgets Magazine
gehlot


ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ 'કોંગ્રેસને હું મુક્ત કરું છું', 'કોંગ્રેસે મને ચોવીસ કલાક પહેલા કાઢી મૂક્યો' તેવા જાહેરમાં કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસની કારોબારી પછી પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે પ્રતિભાવ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા એનડીએના સીબીઆઇ-ઇડીની તપાસના બ્લેક મેઇલિંગના ભયે કોંગ્રેસ છોડવા મજબૂર થયા છે.

ગેહલોતે શંકરસિંહ કોંગ્રેસમાં હોય કે ના હોય પણ, એનડીએ બાપુ સામે સીબીઆઇ કે ઇડીની તપાસ કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે. મોદી સરકાર અને અમિત શાહની આગેવાનીમાં દેશમાં કટોકટી હોય તેવી સ્થિતિ સર્જાઇ હોવાનો ઇશારો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કર્યો હતો તે બાબતનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોતે કહ્યું હતું કે એનડીએ અને અમિત શાહના ઇશારે અગાઉ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાઓને ખોટા કેસમાં ફસાવ્યા છે. આવો પ્રયાસ શંકરસિંહ વાઘેલા સાથે કરવાનો ડર ઊભો કરીને કર્યું હોય તેવું જણાય છે, કારણ કે ચૂંટણીના ચાર મહિના પહેલા વાઘેલા જેવો સબળ નેતા આવું પગલું ભરે તે સ્વાભાવિક છે કે કોઇ ભયના કારણે હોઇ શકે. ગેહલોતે કહ્યું હતું કે શંકરસિંહે તેમને ચૂંટણી પહેલા સીએમ પદના ઉમેદવાર જાહેર કરે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને હટાવવા, જેટલા ઉમેદવારોને ટિકિટ આપવાની થાય તે તમામને નિર્ણય શંકરસિંહને સ્વતંત્ર રીતે લેવાની છૂટ અપાઇ તેવી માગણી હતી. આવી માગણીઓ કોંગ્રેસના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇએ કરી નથી. આથી તે સ્વીકારી શકાય નહીં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અશોક ગેહલોત. સીબીઆઈ બ્લેકમેઈલિંગ શંકરસિંહે કોંગ્રેસ છોડી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બનાસકાંઠામાં પુરમાં ફસાયેલા એક જ પરિવારના 17 સભ્યોનું મોત

ઉત્તર ગુજરાતમાં અત્યારે જળપ્રલયની સ્થિતિ છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં વધુ એક ઘટના ...

news

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું

કોંગ્રેસમાં હાલમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. વિપક્ષના નેતા શંકરસિંહના પક્ષમાંથી ...

news

Video - ભારે વરસાદ અને પૂરને કારણે Mount Abuમાં ફસાયા 2000 પર્યટક

દેશના અનેક ભાગ આ સમયે પૂરની આફત સામે ઝઝૂમી રહ્યા છે. રાજસ્થાનના માઉંટ આબૂમાં ભારે વરસાદના ...

news

VIDEO-બનાસકાંઠામાં ચોમેર આકાશી તબાહીઃ 46 હજાર લોકોનું સ્થળાંતર, આર્મી અને એનડીઆરએફ ખડેપગે

બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચોમેર તબાહી જોવા મળી રહી છે. પૂરગ્રસ્ત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine