મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (11:41 IST)

Gujarat election- કોંગ્રેસના અધ્યક્ષ થયા બાદ રાહુલ ગાંધીએ ભગવાન જગન્નાથનાં દર્શન કર્યાં

રાહુલ ગાંધી સોમવારે બિનહરીફ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ થઈ ગયાં, તેઓ ગુજરાતમાં હોવાથી તેમણે વિરમગામ અને ગાંધીનગરમાં સભાઓ સંબોઘી હતી. ત્યાર બાદ તેઓ અમદાવાદમાં જ રોકાયાં હતાં. પ્રમુખ બન્યાં બાદ તેમણે સૌ પ્રથમ અમદાવાદના ભગવાન જગન્નાથના દર્શન કર્યાં હતાં. અહીં રાહુલે ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

રાહુલ ગુજરાત ચૂંટણીની શરૂઆત દ્વારકાધીશના દર્શન કરીને કરી હતી. આજે પણ ભગવાન વિષ્ણુ રૂપ એવા જગન્નાથના દર્શન કરીને રાહુલે ગુજરાત ચૂંટણી પ્રચારને જારી રાખ્યો છે. આજે સાંજે ચૂંટણી પ્રચારના પડખમ શાંત થશે ત્યારે રાહુલ છેલ્લી ઘડીએ એડીચોડીનું જોર લગાવશે. એ પહેલા કોંગ્રેસને વિજયી બનાવવા માટે રાહુલે ભગવાન જગન્નાથના દર્શન કરીને જીતની કામના કરી હતી.