શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: અમદાવાદ. , ગુરુવાર, 30 માર્ચ 2017 (16:20 IST)

હવે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીમાં લાગ્યા અમિત શાહ, વિધાનસભા સત્રમાં ભાગ લેવા પહોંચ્યા

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શહા આજે ખૂબ લાંબા સમય પછી ગુજરાત વિધાનસભા પહોંચ્યા. તે અમદાવાદના નારણપુરાથી ધારાસભ્ય પણ છે.  આજે જ્યારે તે વિધાનસભા પહોંચ્યા તો ગેટ પર જ તેમના સ્વાગત માટે કોઈ મંત્રી, ધારાસભ્ય અને કાર્યકર્તા હાજર હતા.  વિધાનસભાનું સત્ર શુક્રવારે  ખતમ થઈ રહ્યો છે તેથી શાહ ધારાસભ્યના રૂપમાં હાજરી આપવા પહોંચ્યા હતા.   વિધાનસભા ચર્ચામાં ભાગ લેતા તેમને કોંગ્રેસ પર હુમલો બોલ્યો. બેઠક પછી તેઓ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સાથે ચા પર ચર્ચા માટે મળ્યા. આ મુલાકાતથી એ અટકળો શરૂ થઈ છે. જો કે શંકરસિંહે કહ્યુ કે શાહ તરફથી આ મુલાકાતની રજૂઆત થઈ હતી તેથી તેઓ જૂના સહયોગીના નાતે મળ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં જીતનો જશ્ન મનાવીને ગુજરાતમાં બીજેપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે અમિત શાહનુ ગુજરાત આગમન થયુ. અહી પાર્ટીએ તેમનુ જોરદાર સ્વાગત કર્યુ. આ અવસર પર આખા રાજ્યમાંથી લગભગ એક લાખ કાર્યકર્તા ભેગા થયા. પણ જ્યારે ગુજરાતમાં ભાજપામાં પણ આ ચૂંટણીની જીતનો ફાયદો ઉઠાવવા માટે જલ્દી ચૂંટણીની ચર્ચા ઉભી થઈ તો અમિત શાહે તેને નકારી દીધી.  તેમણે કહ્યુ કે મિત્રો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહેલ ભાજપાનો વિજય રથ ફરતા ફરતા નવેમ્બરમાં ગુજરાત આવવાનો છે.  હુ તમને પૂછુ છુ કે જ્યારે ભાજપાનો રથ ગુજરાતમાં આવી રહ્યો છે તો શુ ભાજપા કાર્યકર્તા તૈયાર છે. મોદી સાહેબને કહી દઉ. 
 
તેમણે આગળ કહ્યુ કે  નરેન્દ્રભાઇ મોદીના શાસનને ગુજરાતના વિકાસથી દેશના વિકાસ સુધી પહોંચાડવામાં આવી રહેલ છે. 1995 નું ગુજરાત શું હતું આજે શું છે તે સમગ્ર રાજ્ય અને દેશની જનતા જોઇ રહી છે. નર્મદા યોજનાને ભૂતકાળમાં ખૂબ જ અન્યાય થયેલ હતો જે આજે નથી થતો. ભૂતકાળના ગુંડારાજ અને તોફાનો તેમજ લતીફ જેવા લોકોની ચાલતી હિટરશાહી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે રાજ્યની પ્રજા ખૂબ જ આરામથી ધંધા - રોજગાર કરી રહી છે અને ભયમાંથી બહાર આવી લોકો શાંતિનું વાતાવરણ જોઇ રહ્યા છે. ગુજરાત કયાં હતું અને આજે કયાં છે તેની વાત કરીએ તો ભાગવત સપ્તાહમાં સાત દિવસ જોઇએ તેની સામે મને માત્ર 40 મિનિટનો સમય આપ્યો છે પરંતુ ટુંકમાં કહું તો સારા કાયદાઓ, ખેડૂતો પર થતા અત્યાચારો બંધ થયા, ગુંડારાજ ખતમ કર્યું, કાશ્મીરથી કન્યાકુમારી સુધી 24 કલાક વીજળી આપવાનું કાર્ય આ સરકારે કરેલ છે.
 
રાજ્યમાં કન્યા કેળવણીના કારણે સમગ્ર દેશમાં નાની બાળાઓ ભણતી થાય છે. ભૂતકાળમાં રથયાત્રા પર અનેકવાર હુમલાઓ થયા હતા. આ સરકાર આવ્યા પછી રથયાત્રા પર કોઇ હુમલો થયો નથી. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી થઇ છે. 13 વર્ષથી જન્મેલ બાળકને કર્ફયુ શું છે તેની ખબર નથી આ મોટી વાત છે.  વાયબ્રન્ટ ગુજરાતના નામે સમગ્ર દેશના અને વિશ્વના દેશોમાંથી ગુજરાતમાં ધંધા - રોજગાર વધી રહ્યા છે. રોજગારી વધી રહી છે આજે ૩૦ દેશોમાંથી 22 દેશો વાયબ્રન્ટ કરતા થઇ ગયા છે. ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં આ સરકારે ખૂબ જ સારા કાર્યો કર્યા અને ગામડામાં સમરસની યોજનાના કારણે વેરઝેરના થતાં બનાવો બંધ થયા.