ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 4 ડિસેમ્બર 2017 (13:04 IST)

સુરતમાં હાર્દિકની રેલી અને સભા નહીં કરવા પાંચ કરોડની ઓફર થઈ હતી

સુરતમાં રવિવારે હાર્દિક પટેલની રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મોકૂફ રાખવાના બદલામાં રૂ. 5 કરોડ આપવામાં આવશે તેવી ઓફર સુરતના બે ઉદ્યોગપતિઓ મુકેશ પટેલ અને વિમલ પટેલે કરી હોવાનો દાવો હાર્દિક પટેલે તેમની યોગીચોક સ્થિત જાહેરસભામાં કર્યો હતો. આશરે એક લાખથી વધુ લોકોની હાજરી વચ્ચે જાહેરસભાને સંબોધતા હાર્દિક પટેલે કહ્યું હતું કે બે દિવસ પહેલા વોટ્સએપ કોલિંગથી મુકેશ પટેલનો ફોન આવ્યો હતો. જેણે સુરતના જનક્રાંતિ મહારેલી અને જાહેરસભા હાલ પુરતી મોકૂફ રાખવાની વાત કરી હતી. તે વખતે મેં  કહ્યું કોઈ સંજોગોમાં મોકૂફ રાખવામાં આવશે નહીં. નક્કી થયેલા કાર્યક્રમમની તારીખ પણ હવે ફરશે નહીં. આમ છતાં મેં  આપણી કિંમત જાણવાનો પ્રયત્ન કર્યો અને પુછ્યું શું આપશો, મુકેશ પટેલે કહ્યું રૂ. પાંચ કરોડ. આ રીતે આપણને ખરીદવા નીકળેલાઓને જડબાતોડ જવાબ આપવાનો છે. તેમ કહી તેમણે આ વખતની ચૂંટણીમાં ભાજપને પાડી દેવાનો હુંકાર કર્યો હતો.