શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 3 નવેમ્બર 2017 (19:58 IST)

નવસારી ખાતે દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીની રાહુલ ગાંધી સાથે મુલાકાત, દલિતો કોંગ્રેસને સાથે

ગુજરાતના યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી અને રાહુલ ગાંધી વચ્ચે નવસારીમાં બેઠક થઈ હતી. મેવાણી અને રાહુલ વચ્ચેની બેઠકને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં ઉપલક્ષ્યમાં મહત્વની માનવામાં આવે છે. રાહુલ ગાંધી અને જિગ્નેશ મેવાણી વચ્ચેની સકારાત્મક રહી હતી. જિગ્નેશ મેવાણી અને રાહુલ ગાંધીની મુલાકાત બાદ એવા સંકેત મળી રહ્યા છે જિગ્નેશ મેવાણી અને દલિત સમાજ કોંગ્રેસને સમર્થન આપી શકે છે.  રાહુલ ગાંધી હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ દક્ષિણ ગુજરાતનાં પ્રવાસે છે. આજે સાંજે રાહુલ ગાંધી જન અધિકાર યાત્રા નવસારી પહોંચી હતી.

નવસારી ખાતે રાહુલ ગાંધીને મળવા માટે યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી અને અન્ય દલિત સંગઠનો પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરતા પહેલા જિગ્નેશ મેવાણીએ દલિત સમાજ કોંગ્રેસનાં નેતાઓ સમક્ષ 17 મુદ્દા મૂકયા હતા. આ મુદ્દામાં ઉનાકાંડનાં અસરગ્રસ્તોને સહાય, નોકરી, રિઝર્વેશન એક્ટ સહિતની બાબતોનાં સમાવેશ થાય છે. નવસારી ખાતે આ બન્ને નેતાઓએ 17 મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસનાં પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને સિધ્ધાર્થ પટેલ ખાસ હાજર રહ્યા હતા. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ઉનાની ઘટનાને લઈ આજદિન સુધી જે કંઈ પણ બની રહ્યું છે તે દલિત સમાજને ભારોભાર અન્યાય કરનારું છે. ભાજપ સરકારે કોઈ માગ કે રજૂઆત સાંભળી નથી. ટેબલ ટોક પણ કરવામાં આવી નથી. કોંગ્રેસ સમક્ષ 17 માંગ મૂકવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથે વાતચીત કરી, તેમણે સંવાદ કર્યો. 99 ટકા માંગ બંધારણીય અધિકારો છે અને આ માંગને કોંગ્રેસ પોતાના મેનિફસ્ટોમાં સમાવેશ કરશે. કોંગ્રેસનાં નેતાઓ સાથે ચર્ચાનો વધુ એક રાઉન્ડ કરવામાં આવશે. મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં યુવાનોનાં અવાજને દાબીને રાખી શકાશે નહી. ભલે એ પછી હાર્દિક હોય, અલ્પેશ હોય કે જિગ્નેશ મેવાણી હોય. કોંગ્રેસ યુવાનોને તેમનો અધિકાર હાસલ કરવામાં મદદ કરશે.