Widgets Magazine
Widgets Magazine

શું ખરેખર જીતુ વાઘાણીએ ભાજપના પ્રવક્તાનો દાવ કરી નાંખ્યો?

બુધવાર, 15 નવેમ્બર 2017 (12:50 IST)

Widgets Magazine
jitu vaghani

કારડીયા રાજપુત અને ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે ગૌચરની જમીન પચાવી પાડવાના જંગનો અંત હજુ આવ્યો નથી. ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી માફી માંગે એવી માંગણી રાજપુત સમાજની હતી. રાજપુતોને અમિત શાહે તેમના બંગલે ચર્ચા કરવા બાલાવ્યા હતા. તેમણે બે હાથ જોડીને માફી પણ માંગી હતી. તે વાત વેબસાઈટ અને અખબારોમાં પ્રસિધ્ધ થતાં જીતેન્દ્ર વાઘાણીનો અહં ઘવાયો હતો.

તેમણે ભાજપના પ્રવક્તા ભરત પંડયાને તુરંત આદેશ કર્યો હતો કે એક નિવેદન કરે કે જીતેન્દ્ર વાઘાણીએ કોઈ માફી માંગી નથી.  ત્યારે ભરત પંડ્યાએ જીતુ વાઘાણીના ઈશારે જેમનું તેમ કર્યું, રાજપુત સમાજ હવે ભરત પંડયા વિરૂદ્ધ થઈ ગયો છે. હવે ભરત પંડયા સામે રાજકીય તોફાન શરૂ થયું હતું. તેઓ ધંધુકા કે સમાજમાં ધારાસભાની ચૂંટણી લડવાના છે તેથી ધંધુકામાં રાજપુત સમાજના જંગી મતો નારાજ થયા છે એવી ખબર પડતાં તેમણે રાજપુત નેતા દાનસીંગ મોરીને ફોન કર્યો કે મને ફરજ પાડવામાં આવી હતી કે આવું નિવેદન કરવું. આખા વિષય અંગે મારે કોઈ સબંધ નથી. એમ કરીને તેમના પ્રદેશ પ્રમુખને આગળ ધરી દીધા હતાં.  પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે આ જમીન કૌભાંડ અંગે  જીતુ વાઘાણીને ઠપકો આપ્યો હતો, આખરે આનંદીબહેન પટેલની મધ્યસ્થીને કારણે રાજપુતો અને ભાજપ વચ્ચે સમાધાન થયુ હતું, જો કે આ સમાધાનને  લઈ રાજપુત સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે.  શનિવારે આનંદીબહેન પટેલ અને અમિત શાહની હાજરીમાં જીતુ વાઘાણીઓ રાજપુત આગેવાનોની માફી માગી દાનસંગ સામે થયેલા તમામ કેસ પાછા ખેંચી લેવાની ખાતરી આપી હતી, પણ રવિવારે ભાજપના મંત્રી જશા બારડે રાજકોટમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે જીતુ વાઘાણીએ રાજપુત સમાજની માફી માગી જ નથી. બોલ્યા પછી ફરી જતા ભાવનગરમાં મોટી સંખ્યામાં રાજપુતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. સમાધાનના મુદ્દે રાજપુતોનો મોટો વર્ગ પહેલાથી જ નારાજ હતો, તેમનો મત હતો કે જીતુ વાઘાણીને જ્યાં સુધી પ્રમુખમાંથી હટાવવામાં આવે નહીં અને ન્યાય મળે નહીં ત્યાં સુધી સમાધાન કરી શકાય નહીં પણ ભાજપના મંત્રી અને પ્રવકતાની સ્પષ્ટતા બાદ ફરી વાતાવરણ તંગ બન્યું છે જેના પ્રત્યાધાત પડે તેવી સંભાવના છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જીતુ વાઘાણી ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ બીજેપી બીજેપી ઉમેદવાર કોંગ્રેસ કોંગ્રેસ ઉમેદવાર મોદી વિરુદ્ધ રાહુલ. અમિત શાહ જીએસટી નોટબંધી Election Results Results Live Updates Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Opposition Party In Gujarat Rulling Party In Gujarat Gujarat Live Election Results List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat ભાજપના પ્રવક્તા. Elections In Gujarat Vidhan Sabha Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ધોરાજી-ઉપલેટા બેઠક પર પાટીદાર અને ઈતર સમાજ ભાજપને ભારે પડશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે દર વખતે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જ ...

news

સુરતમાં કોંગ્રેસ વિરૂદ્ધ બેનરો લગાવાયાં, ટિકીટ નહીં ફાળવવાની ચર્ચાઓ વિરોધ જગાવ્યો

કોંગ્રેસ પક્ષ દ્વારા દક્ષિણ ગુજરાતની એક પણ બેઠક પરથી મુસ્લિમને ટિકિટની ફાળવણી કરવામાં ...

news

ભ્રષ્ટાચાર 500 અને 1000ની નોટના બદલે હવે 2,000ની નોટથી થાય છે - ચિદમ્બરમ્

નોટબંધી ભારતીય અર્થતંત્ર પર કુઠારાઘાત સાબિત થયો છે અને જીએસટીનો જે સ્વરૂપમાં અમલ થયો છે ...

news

રસગુલ્લાની "જંગ"માં પશ્ચિમ બંગાળના આ તર્ક પડ્યા ભારે, 2 વર્ષ પછી મળી ઓડિશા પર જીત લીધી છે.

રસગુલ્લાને લઈને બન્ને જ રાજ્યથી ઘણા તર્ક આપ્યા હતા. જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine