અત્યાર સુધીમાં ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીની 54 અને યોગીની 46 રેલી થઈ હોવાની ચર્ચાઓ - modi 54 rally and yogi 46 rally | Webdunia Gujarati
મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (16:02 IST)

અત્યાર સુધીમાં ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીની 54 અને યોગીની 46 રેલી થઈ હોવાની ચર્ચાઓ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં સતત વ્યસ્ત રહ્યા છે. ભાજપના સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 54 રેલીઓ કરી છે. જ્યારે યોગી પણ તેમનાથી વધારે દુર રહ્યા નથી. યોગી ગુજરાતમાં હજુ સુધી 46 રેલી કરી ચુક્યા છે. જેમાં પોરબંદરથી લઇને સુરત અને આણંદથી લઇને અમદાવાદનો સમાવેશ થાય છે. યોગીના ભરચક કાર્યક્રમને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી. યોગીએ છેલ્લા 48 કલાકમાં ઝંઝાવતી પ્રચાર કરી દીધો છે. મોદી પ્રચારના છેલ્લા 48 કલાકમાં 16 રેલીઓ કરી રહ્યા છે. આ ગાળા દરમિયાન યોગી હેલિકોપ્ટર મારફતે ત્રણ વખત ઉડાણ ભરશે. માર્ગ મારફતે તેઓ 1750 કિલોમીટરની યાત્રા કરી રહ્યા  છે. તેમની છેલ્લી રેલી અરવલ્લી, બનાસકાઠા, પાટણ અને મહેસાણામાં થઇ રહી છે. મોદીએ છેલ્લા કેટલાક સપ્તાહથી માહોલ બદલી દેવાના પ્રયાસ કર્યા છે. વોટરોને પ્રભાવિત કરવા માટે ભાજપે યોગી આદિત્યનાથને પણ પૂર્ણ રીતે મેદાનમાં ઉતારી દીધા છે.