શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 30 જૂન 2017 (14:22 IST)

ગેહલોતે શંકરસિંહના વલણ પર કટાક્ષ કર્યો, ચિંતા ના કરો કોંગ્રેસ ખાડામાં નહીં પડે

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ વઘુ સળગ્યો છે. ગુરૃવારે નિરીક્ષકો સાથેની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે પણ શંકરસિંહ વાઘેલા પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને એવો ટોણો માર્યો કે, ચિંતા ન કરો , કોંગ્રેસ ખાડામાં પડશે નહીં . શંકરસિંહ વાઘેલા પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ આવ્યા પણ ગણતરીની મિનીટોમાં જ જતા રહ્યા હતાં . કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી, સંગઠન સહિત અન્ય મુદ્દાઓને લઇને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. લોકસભા-વિધાનસભાના નિરીક્ષકો સાથેની બેઠકમાં પ્રદેશ પ્રભારી ગેહલોતે બાપુનુ નામ લીધા વિના કહ્યું કે, આરએસએસના હોવા છતાંયે સોનિયાજીએ ઘણુ આપ્યું છે. સન્માન જાળવ્યું છે. હજુયે એકાદ વાર મળવુ હોય તો મળી લો પણ આખીય વાતનો અંત લાવો. કાર્યકરોમાં ખોટો સંદેશો જાય છે. હજારો કાર્યકરોની લાગણી છે . તેમણે બાપુએ ગાંધીનગરમાં કરેલા શક્તિ પ્રદર્શનના પ્રવચનના સંદર્ભમાં કહ્યું કે, હોમવર્ક બધા કરી જ રહ્યાં છે. દરેક કાર્યકરો આજે મહેનત કરે છે. કોઇ એક વ્યક્તિએ નહીં, બધાએ સાથે મળીને હોમવર્ક કરવાનું છે. કોંગ્રેસમાં ખાડામાં પડવાની નથી. રાહુલજીએ જે વિશ્વાસ મૂક્યો છે તેને પરિપૂર્ણ કરવાનો છે. મુખ્યમંત્રીપદ માટેની લડાઇનો આડકતરો ઉલ્લેખ કરી તેમણે સ્પષ્ટ કહ્યુ કે, મુખ્યમંત્રી કોઇપણ બની શકે છે .આ બધામાં પડયા વિના બધા જ ચૂંટણી જીતવામાં લાગી પડો . આમ, ગેહલોતે નિરીક્ષકોને સંગઠનથી માંડીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પુરુ પાડયુ હતું.