ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2017 (13:04 IST)

વરસાદની ઠંડકમાં ગરમ રાજકારણ, ગુજરાત કોંગ્રેસમાં વધુ બે રાજીનામા,જસદણના કોંગી ધારાસભ્ય ભોળાભાઈ અજ્ઞાતવાસમાં

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. કાલે કોંગ્રેસના ત્રણ મહત્ત્વના ગણાય તેવા ધારાસભ્યો  બલવંતસિંહ રાજપૂત,  તેજશ્રીબહેન પટેલ અને પ્રહલાદ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપ સાથે જોડાઈ ગયા છે. આ ઉપરાંત આજે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા

ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી સહિત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જસદણના કોંગી ધારાસભ્ય ભોળાભાઈ અજ્ઞાતવાસમાં જતા રહ્યાં છે. તેઓ અહેમદ પટેલના સમર્થનમાં મળેલ બેઠકમાં હાજર રહ્યાં ન હતાં. જેના કારણે અનેક અટકળો સેવાઈ રહી છે.