Widgets Magazine
Widgets Magazine

દક્ષિણ ગુજરાતમાં ડખો સોલ્વ કરવા ભાજપનું એડીચોટીનું જોર, રાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાનીની સભાઓ થશે

મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (11:58 IST)

Widgets Magazine


 ગુજરાતમાં આગામી ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત ભલે ઓક્ટોબરમાં થાય પણ ભાજપને હાલમાં જ્યાં ડખો લાગે છે ત્યાં એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અગાઉ ગુજરાતમાં પુરગ્રસ્ત લોકોની મુલાકાતે આવ્યાં ત્યારે તેમની ઉપર પત્થરમારો કરવામાં આવ્યો હતો. હવે તેઓ ફરીવાર કોંગ્રેસના કાર્યકરોનો વિશ્વાસ જગાડવા માટે ગુજરાતમાં આવી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીની સામે લડવા ભાજપે સ્મૃતિ ઇરાનીને મૂક્યા છે. અમેઠીમાં રાહુલની સામે સ્મૃતિ ઇરાનીએ લોકસભાની ચૂંટણીમાં ભારે ટક્કર આપી હતી.

હવે તેમનો આમનો-સામનો દક્ષિણ ગુજરાતમાં પણ થશે. 24મીએ સ્મૃતિ ઇરાની સુરતમાં અને 1લી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે બેથી ત્રણ મહિના બાકી હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ દક્ષિણ ગુજરાતમાં વધુને વધુ સીટ મળે તે માટે એડીચોટીનું જોર લગાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના ભાગરૂપે દર સપ્તાહે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ડિસેમ્બરના અંત પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી કરી દેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના કારણે રાજકીય પક્ષોમાં પણ ગરમાવો આવી ગયો છે.કારણ કે આગામી એકાદ બે મહિનામાં ચૂંટણીની તારીખની જાહેરાત થવાની શકયતા હોવાના લીધે બંને રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપના નેતાઓની ફોજ આગામી દિવસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવવાની છે. કારણ કે દક્ષિણ ગુજરાતની 35 સીટમાંથી 28 સીટ પર ભાજપનો કબ્જો છે. રાજ્ય સભાના સાંસદ તરીકે એહમદ પટેલની જીત બાદ કોંગ્રેસના 43 ધારાસભ્યોનો સન્માનવાના કાર્યક્રમનુ આયોજન આગામી 29મી ઓગસ્ટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યુ છે. તેના માટે કોંગ્રેસ દ્વારા ઇન્ડોર સ્ટેડીયમનુ પણ બુકીંગ કરી દીધુ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ૨૦૦૨ના કોમી રમખાણોના બનાવોમાં નરેન્દ્ર મોદીને આરોપી બનાવાની અરજી પર ચુકાદો અનામત

ગુજરાતમાં ૨૦૦૨માં થયેલા કોમી રમખાણ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ષડ્યંત્રના ગુનામાં ...

news

Tripale Talaq LIVE UPDATES: ત્રણ તલાકના નિર્ણય પર છ મહિનાની રોક, સુપ્રીમ કોર્ટે દખલ કરવાનો કર્યો ઈંકાર

સુપ્રીમ કોર્ટ આજે ત્રણ તલાકના મુદ્દે ઐતિહાસિક નિર્ણય સંભળાવશે. કોર્ટ તેના પર નિર્ણય આપશે ...

news

મુંબઈના કૂતરા એક રાતમાં જ વાદળી થઈ ગયા, કેવી રીતે જુઓ VIDEO

મુંબઈના રસ્તા પર વાદળી રંગના કૂતરા જોવા મળ્યા.. સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે પણ આ સત્ય ...

news

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં જાહેર થવાની શક્યતાઓ

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine