શંકરસિંહ વાઘેલાની પાર્ટી સાથે આમઆદમી પાર્ટીએ ગઠબંધન કરવાનું નકાર્યું

ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (11:45 IST)

Widgets Magazine
vaghela


કોંગ્રેસમાંથી છુટા પડેલા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે જાહેર થયેલા જનવિકલ્પ મોરચો રાજ્યની 182 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. તેમજ આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી જોડાણ કરી સહમતીથી ઉમેદવારો ઊભા રાખશે. તેમણે જાહેર કર્યું છે કે, એમની પાર્ટીએ ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું છે અને આ પાર્ટીના ટ્રેક્ટરના પ્રતિક પર આ મોરચો ચૂંટણી લડશે.

એમણે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની હિંદી ફિલ્મ ‘પદ્માવતી’ સામે વિરોધ જાહેર કરતાં જણાવ્યું છે કે, આ ફિલ્મ થિયેટરોમાં આવે તે પહેલાં હિંદુ સમાજના તથા ક્ષત્રિય સમાજના આગેવાનોને બતાવવામાં આવે. જો એમાં ઈતિહાસ સાથે કોઈ ચેડાં થયા હશે તો ફિલ્મ નહીં ચાલે અને આ મુદ્દે કોઈપણ ધમાલ થશે તો તેની જવાબદારી ફિલ્મમેકરની રહેશે. તેમણે ૨૭ ટકા ઓબીસી અનામતમાંથી ૧૦ ટકા ઠાકોર અને રાવળ જ્ઞાતિ માટે ફાળવવાની, ઓબીસીના નિગમને વર્ષે ૧ હજાર કરોડ ફાળવવાની અને વૃદ્ધોને પાંચ હજાર પેન્શન આપવાનો વાયદો કર્યો છે. શંકરસિંહની આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી ગઠબંધન કરવાની જાહેરાત ‘આપ’ તરફથી ધરાર નકારવામાં આવી છે. આપ તરફથી જણાવાયું છે કે, ગુજરાતમાં ભાજપ વિરોધી મતો અલગ અલગ પાર્ટીઓમાં વિભાજિત ના થાય અને ભાજપને રાજકીય ફાયદો ના મળે તે રીતે બિનભાજપી પક્ષોએ વિચારવું જોઈએ, તેથી આમ આદમી પાર્ટી જનવિકલ્પ પાર્ટીને સૂચન કરે છે કે તે તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવાના તેના નિર્ણય અંગે પુનઃવિચાર કરે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાંથી ઈસ્લામિક સ્ટેટ આઈએસના બે ત્રાસવાદી ઝડપાયા

સરકાર ત્રાસવાદને નાથવાની વાતો કરે છે ત્યારે ચૂંટણી ટાણે જ અમદાવાદના રાયખડ ખાતે આવેલા ...

news

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગ્રા પહોંચી ચુક્યા છે. અહી તેમણે યમુના નદી પર તાજમહેલના ...

news

બંધ કરી દો મારો ફોન.. આધાર સાથે લિંક નહી કરાવુ - મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર વિરુદ્ધ મોરચો ખોલવાની કોઈપણ તક હાથમાંથી ...

news

ગુજરાત વિધાનસભાની ચૂંટણી - 32000 CRPF અને BSFના જવાન તેમજ 55000 પોલીસકર્મીઓ તૈનાત રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે CRPF અને BSFના 32000 જવાન તૈનાત રહેશે. જ્યારે 55000 ...

Widgets Magazine