સુરતમાં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ સાયકલ સવારી કરીને ફોર્મ ભર્યું

bjp candidate
Last Modified મંગળવાર, 21 નવેમ્બર 2017 (12:45 IST)

સુરતની મજૂરા બેઠકના હર્ષ સંઘવી આજે સાઈકલ પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા.શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવાના મેસેજ સાથે સંઘવીએ સાઈકલ રેલી કાઢી ફોર્મ ભરવા જવાનું પસંદ કર્યું હતું.ગત ચૂંટણીમાં પણ સંઘવી ચૂંટાયા હતા, અને તેઓ વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા.

હર્ષ સંઘવી સાથે મંત્રી શંકર ચૌધરી તેમજ અન્ય કાર્યકરો પણ સાઈકલ રેલીમાં જોડાયા હતા.મજૂરા ભાજપની સેફ બેઠક માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં પણ હર્ષ સંઘવી જંગી બહુમતિ સાથે અહીંથી જીત્યા હતા.
 
 
 


આ પણ વાંચો :