શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2017 (16:27 IST)

શું નીતિન પટેલ પાટીદારોને મનાવવાની ડેમેજ કંટ્રોલની સોંપાઈ જવાબદારી નિભાવી શકશે

ગુજરાતમાં ડીસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અને દલિત સમાજની નારાજગી સત્તાધારી પક્ષ ભાજપ માટે ભારે મુશ્કેલી ઉભી કરી શકે છે. ભાજપનું હાઈકમાન્ડ આ બાબતથી સારી રીતે વાફેક છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી ભાજપ હાઈકમાન્ડે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને  સોંપવામાં આવી છે. જો કે એ જોવું રસપ્રદ રહેશે કે વિરોધના આ માહોલ વચ્ચે નીતિન પટેલ કઈ રીતે પાટીદારોને મનાવવામાં સફળ થશે.

પાટીદાર આંદોલનકારીઓ સાથે ચર્ચા કરનારી કમિટીના પ્રમુખ નીતિન પટેલ હતાં જેઓએ અનામત અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી અને વર્ષો સુધી મંત્રી તરીકે શાસન કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. ગુજરાતમાં પાટીદાર સમાજની જન સંખ્યા ઉપરાંત આર્થિક અને સામાજિક પ્રભુત્વ પણ ઘણું છે ત્યારે કોઈપણ રાજકીય પક્ષ તેમની ઉપેક્ષા કરી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ દ્વારા હવે ડેમેજ કંટ્રોલ તરીકે નીતિન પટેલને ઉતારવામાં આવ્યાં છે ત્યારે શું તેઓ સફળ થશે કે નહિ તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે પાટીદાર સમાજનો સૌથી વધુ ગુસ્સો નીતિન પટેલ પર જ છે. સમગ્ર ગુજરાતમાં અનામત આંદોલનનું એપી સેન્ટર મહેસાણા હતું અને અહી જ સૌથી વધુ અસર જોવા મળી હતી. આંદોલન દરમિયાન નીતિન પટેલ દ્વારા પાટીદાર સમાજના જે દીકરાઓ મૃત્યુ પામ્યા ત્યારે આશ્વાસનના બે શબ્દો પણ કહેવાયા નહોતા. પાટીદાર નેતા હોવા છતાં તેમણે પાટીદારોને સાથ આપવાના સ્થાને બેઠકો બોલાવીને ફક્ત આંદોલનકારીઓને ડરાવી ધમકાવી આંદોલન બંધ કરવાની સુચના આપી જેના કારણે પાટીદાર સમાજનો રોષ વધી ગયો હતો.