શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (14:58 IST)

શું શંકરસિંહના પુત્ર મહિન્દ્રસિંહનું રાજકિય કેરિયર ખતમ થયું ? આખરે કેમ તેમણે પિતાનો સાથ છોડ્યો?

શંકરસિંહ વાઘેલાની સત્તા મેળવવાની લાલચ હવે પિતા પુત્ર વચ્ચે અબોલા કરી બેઠી છે. બાપુએ કોંગ્રેસમાંથી પોતાનો છેડો ફાડ્યા બાદ હવે તેમના પુત્રનું શું એ સવાલ પણ ઉભો થયો છે. બાપુના કોંગ્રેસ છોડવાના નિર્ણયથી ખુદ બાપુના દિકરા મહેન્દ્રસિંહ નારાજ હતા પણ હવે તેમની નારાજગી વધુ ઉંચાઈએ જઈ રહી છે. તેમણે આખરે સુધી ભાજપમાં જોડાવા માટે નનૈયો ભણ્યો હતો.

પોતાનો જનાધાર ખોઈ બેઠેલા બાપુના નિર્ણયો પર ખુદ મહેન્દ્ર સિંહ સંમત નહોતા. ત્યારે હવે તેમની રાજકિય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. જેમ ભાજપની છેલ્લી યાદીમાં આનંદીબેન એન્ડ કંપનીના સુપડાં સાફ થઈ ગયાં તેમ શંકરસિંહના પુત્રને પણ ટિકિટ ફાળવવામાં આવી નથી. મહેન્દ્રસિંહ ખુદ રવિવારે ભાજપના કાર્યાલય પર પહોંચ્યાં હતાં પણ ત્યાં પણ તેમનું કોઈ જ વ્યક્તિએ સાંભળ્યું હોવાનું જણાતું નથી જેથી હવે તેઓ બાપુથી નારાજ થઈને રહી ગયા છે. ત્યારે હવે આ ચૂંટણીમાં બાપુનું સ્ટેન્ડ શું હશે તે જોવું રહ્યું.